Abtak Media Google News

તંત્રની નબળાઈમાંથી બહાર કાઢવા સુપ્રિમે દોર સંભાળ્યો

નિર્ધારિત થયેલા પ્રોજેકટ પૂર્ણ કરવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રેટર મુંબઈ ઉણું ઉતર્યું

સરકાર પ્રદૂષણને નાથવા માટે વિવિધ પ્રકારે પગલાઓ લઇ રહી છે પરંતુ સત્ય વાસ્તવિકતા તો એ છે કે સરકાર અનેક વખત ઉણી ઉતરી છે. આ તકે તંત્રની નબળાઈ સામે ન આવે તે માટે સુપ્રીમ કોર્ટ હવે દોર સંભાળ્યો છે અને મ્યુનિસિપલ કમિશનર ગ્રેટર મુંબઈ ને 15 ફેબ્રુઆરીના રોજ વિડીયો કોન્ફરન્સ મારફતે વ્યક્તિગત હાજર રહેવા માટે તાકીદ પણ કરી છે. સુપ્રીમ કોર્ટ નું માનવું છે કે જે વાંધા ઉભા થયા છે તે અંગે તેની સાથે યોગ્ય મંત્રણા કરવામાં આવશે અને યોગ્ય દિશા નિર્દેશ પણ કરાશે. વધુમાં સુપ્રીમ કોર્ટે તાકીદ કરતાં જણાવ્યું હતું કે જે પ્રોજેક્ટ નિર્ધારિત થયેલો હતો તેને પૂરું કરવામાં  મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રેટર મુંબઈ ઉણું ઉતર્યું છે.

લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાયું છે જે જવાબદારીથી પીછેહટ થતાં સુપ્રીમે મુંબઈ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને વ્યક્તિગત હાજર રહેવા માટે પણ જણાવ્યું. તેમના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રેટર મુંબઈ કે જે સ્થાનિક લોકો ની આવક ને યોગ્ય દિશામાં ઉપયોગમાં લેવા માટે બંધાયેલી છે ત્યારે હાલ જે સ્થિતિ ઊભી થઇ છે તેને ઝડપથી નિવારવા તમામ પગલાઓ લેવામાં આવશે હાલ આ કાર્ય કરવા માટે તંત્ર ઉણું ઉતર્યું છે પરંતુ આ સ્થિતિનો ઝડપથી નિવારણ લાવવામાં આવશે. જે મુદ્દો ઊભો થયો છે તે મ્યુનિસિપલ કોર્પોરેશન મુંબઈ પૂરતો સીમિત છે

પરંતુ વાસ્તવિકતા તો એ છે કે અહીં રાજકોટ ખાતે પણ ગંદા પાણીનો નિકાલ જે રીતે થવો જોઈએ તે થઈ શકતો નથી અને રાજકોટ માટે જીવાદોરી સમાન આજીડેમ છે તેમાં આ પાણી છોડવામાં આવે છે એટલું જ નહીં લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાય છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે મુદ્દો ઊભો થયો છે તેને ધ્યાને લઇ એ વાત સ્પષ્ટ થઈ છે કે જે નિર્ધારિત થયેલ આ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે તે પણ ન થવાના કારણો તંત્રના અધિકારીઓ દ્વારા ટેન્ડર પરનું જણાવવામાં આવ્યું છે.

આ તકે 15 ફેબ્રુઆરીના રોજ જે પ્રશ્નો સામે ઊભા થયા છે તેને નિવારવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મ્યુનિસિપલ કમિશનર મુંબઈ અને પ્રશ્નોત્તરી મા હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આ પ્રશ્નનું નિવારણ ઝડપ રદ થઈ શકે તે દિશામાં જ સરકાર દ્વારા પગલાઓ લેવામાં આવશે. હાલ મુંબઈમાં જે ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે તે દરિયા, ક્રિક અને નદીમાં છોડવામાં આવે છે પરિણામે સ્થાનિક લોકોની સાથે દરિયાઈ જીવોને પણ તેની માઠી અસર નો સામનો કરવો પડે છે જે ખરા અર્થમાં ખૂબ જ જોખમી પણ સાબિત થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.