Abtak Media Google News

ઇસ્ટ ઝોનમાં અમુલ સર્કલથી સોરઠીયાવાડી સર્કલ ખાતે વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઇ

અબતક, રાજકોટ

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે તા. 05-02ના રોજ ઈસ્ટ ઝોનમાં અમુલ સર્કલ થી સોરઠીયાવાડી સર્કલ રોડ ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે.

વન વીક વન રોડ અંતર્ગત શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.15, 16માં સમાવિષ્ટ અમુલ સર્કલ થી સોરઠીયાવાડી સર્કલનો 80’ફૂટ રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ 37 સ્થળોએ થયેલ છાપરાનું દબાણ દુર કરાવવામાં આવેલ છે. જેમાં ગોપાલ પાન, તાલપતરી હાઉસ, સાઇ ગોપાલ સોડા શોપ, સોનલ હેર સલૂન, ઇશ્ર્વર સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, રૈયારાજ ઓટોગેરેજ, સ્વાસ્તિક રોલિંગ સટર, રામેશ્ર્વર ઇલેક્ટ્રીક, જય ટ્રેડીંગ, ધર્મેન્દ્ર ટ્રાવેલ્સ, કચ્છ ટાયર એન્ડ પંચર, નીલકંઠ ઇલેક્ટ્રીક એન્ડ સર્વિસ, એવન ગ્લાસ ડીઝાઇન, શક્તિપાન સેન્ટર, ડીલક્સ પાન, શક્તિ ટી સ્ટોલ, રોયલ ઝેરોક્ષ એન્ડ સ્ટેશનરી, ગેલેક્સી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, બાબા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, બાબા ફાસ્ટ ફૂડ, ખેતલા આપા પાન એન્ડ ટી સ્ટોલ, ડિલક્સ કોલ્ડ્રીંક્સ, સંતોષ પાન કોલ્ડ્રીંક્સ, મુરલીધર પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, એચ.આર.સ્ટીલ એન્ટરપ્રાઇઝ, શ્રી બહુચર પાન હાઉસ, શ્રી બહુચર સ્ટેશનર્સ એન્ડ ઝેરોક્ષ મશીન ટુલ્સ, બાલાજી સર્વિસ સ્ટેશન, સાહેબ ફૂટવેર, આર.જે. મેટલ હાર્ડનીંગ, જય માતાજી ચાઇનીઝ બેન્ક, જય દેવાબાપા પાન-ટી એન્ડ કોલ્ડ્રીંક્સ, આર.એન્ટરપ્રાઇઝ, મહાદેવ ફેબ્રીકેશન, જય ગુરૂદેવ સાયકલ, વિજય ઓટો પાર્ટ, અશ્ર્વિન સાયકલ પાર્ટ એન્ડ વલ્કેનાઇઝ અને વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના અમુલ સર્કલ થી સોરઠીયાવાડી સર્કલ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

જેમાં કુલ 19 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તથા 11 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.વન વીક વન રોડ અંતર્ગત ઈસ્ટ ઝોનમાં અમુલ સર્કલ થી સોરઠીયાવાડી સર્કલ રોડ પર જાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરવા સબબ કુલ 03 આસામીઓ પાસેથી રૂ. 750/-, કચરાપેટી / ડસ્ટબીન ન રાખવા સબબ કુલ 02 આસામીઓ પાસેથી રૂ. 1,000/-, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ કુલ 09 આસામીઓ પાસેથી રૂ. 4,200/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ, કુલ 14 આસામીઓ પાસેથી રૂ. 5,950/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.