Abtak Media Google News

બોલિવૂડ એક્ટર પરેશ રાવલને આપણે સૌ કોઈ ઓળખીએ છીએ જે ફીર હેરાફેરીથી માંડીને ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક જેવી અનેક બૉલીવુડ ફિલ્મમાં જોવા મળ્યા છે. પહેલા ગુજરાતી નાટ્યમંચ અને  પછી હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી કલાકાર પરેશ રાવલે  ઈન્ડસ્ટ્રીમાં પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે.  વિલન હોય કે કોમેડીયન તમામ પાત્રમાં પરેશ રાવલે દર્શકોને મનોરંજન આપ્યું છે. પરેશ રાવલે હિન્દી સિનેમામાં અનેક મોટા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. હવે પરેશ રાવલ 40 વર્ષ બાદ ફરી ઢોલીવુડમાં કમબેક કરી રહ્યા છે.

‘ડિયર ફાધર’ ફિલ્મ 4 માર્ચે 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ પહેલા ફિલ્મ મેકર્સે ‘ડિયર ફાધર’નું ટ્રેલર રિલીઝ કર્યું છે જેમાં પરેશ રાવલ ઉપરાંત ચેતન ડી અને માનસી પારેખ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી પરિવારના ત્રણ સભ્યોની આસપાસ ફરતી જોવા મળશે.

ગુજરાતી સિને જગત શિખરો સર કરી રહી છે એમ કહીયે તો કઈ નવાઈ તો નહિ જ!! ખાસ કરીને છેલ્લો દિવસ ફિલ્મ આવી ત્યારથી એમ કહી શકીયે કે ગુજરાતી સીનેમાં જગતનો ફરી એક વાર નવી છબી સાથે પેલ્લો દિવસ રહ્યો છે! પપ્પા તમને નહીં સમજાય અને ચાલને જીવી લઈએ બાદ ઢોલિવૂડમાં વધુ એક પિતા પર પરેશ રાવલની ફિલ્મ ‘ડિયર ફાધર’ ટૂંક સમયમાં આવી રહી છે.

ડિયર ફાધર ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ છે જેમાં પરેશ રાવલની વહુની ભૂમિકા ભજવનાર માનસી પારેખ અને પરેશ રાવલ વચ્ચે નાની મોટી તકરાર થતી હોય છે. ત્યારબાદ પરેશ રાવલના મર્ડરનું કાવતરું ઘડવામાં આવે છે આ કોના દ્વારા ઘડવામાં આવ્યું હતું તે ફિલ્મમાં જોવાનું રહ્યું…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.