Abtak Media Google News

અય્યર, રૂપિયા 12.25 કરોડમાં KKRએ ખરીદ્યો

 

હર્ષલ પટેલને પણ લોટરી, બેંગ્લોરે 10.75 કરોડમાં ખરીદ્યો : 2 કરોડની બેઝ પ્રાઈઝ સાથે ઇંગ્લેન્ડનો વિસ્ફોટક ઓપનર જેસન રોય ગુજરાત ટાઈટન્સનો ભાગ બની

એક સમયે મિસ્ટર આઇપીએલથી જાણીતો બનેલો સુરેશ રૈના અને રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ કરી ચૂકેલો સ્ટીવ સ્મિથ રહ્યા અનસોલ્ડ

અબતક, રાજકોટ

આજથી બે દિવસ બેંગ્લુરૂમાંમાં આઈપીએલની હરાજી શરૂ થઈ છે. આઇપીએલ મેગા ઓક્શનમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી શ્રેયસ અય્યર છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 12.25 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે. તેવામાં રિપોર્ટ્સ પ્રમાણે અય્યર કોલકાતાની કેપ્ટનશિપ પણ સંભાળી શકે છે. ત્યારપછી હર્ષલ પટેલ બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને રોયલ ચેલેન્જર બેંગ્લોરે 10 કરોડ 75 લાખ રૂપિયામાં ટીમમાં જોડ્યો છે. આ વખતે 10 ટીમ હરાજીમાં ભાગ લેશે. બીસીસીઆઇની પહેલી યાદીમાં 590 ખેલાડી હતા, પરંતુ હરાજી પહેલાં 10 વધુ ખેલાડીઓ ઉમેરવામાં આવ્યા છે. હવે 590 ખેલાડી નહીં, પરંતુ 600 ખેલાડી હરાજીમાં ભાગ લઇ રહ્યા છે.

મિસ્ટર આઇપીએલથી ફેમસ સુરેશ રૈના આજે અનસોલ્ડ રહ્યો છે. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. જોકે આઇપીએલ 2021 દરમિયાન મિડ સિઝનથી જ ચેન્નઈએ આને ડ્રોપ કરી દીધો હતો.2 કરોડની બેઝ પ્રાઈઝ સાથે ઇંગ્લેન્ડનો વિસ્ફોટક ઓપનર જેસન રોય ગુજરાત ટાઈટન્સનો ભાગ બની ગયો છે. આ દરમિયાન ચોંકાવનારી ઘટના એ રહી કે કોઈપણ ટીમે તેની સામે બોલી ન લગાવી અને ગુજરાતને ભાવતું હતું અને વૈદે કીધું એમ થઈ ગયું છે. આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ કરી ચૂકેલો સ્ટીવ સ્મિથ પણ અનસોલ્ડ રહ્યો છે. તેની બેઝ પ્રાઈઝ પણ 2 કરોડ હતી. ગત વર્ષે સ્મિથ દિલ્હી કેપિટલ્સની ટીમનો ભાગ રહ્યો હતો. રોબિન ઉથપ્પાને ચેન્નઈ સુપર કિંગ્સે 2 કરોડમાં ખરીદ્યો છે. ગત વર્ષે પણ તેને આ ટીમમાંથી 3 કરોડ રૂપિયા મળતા હતા.

Screenshot 33 2

ઓક્શનર સ્ટેજ ઉપર બેભાન  થઈ જતા હરાજી અટકી

આઇપીએલ મેગા ઓક્શન દરમિયાન મોટી દુર્ઘટના ઘટી ઝ ઓક્શનમાં હ્યુજ એડમિડ્સ જ્યારે વાણિંદુ હસરંગાની બોલી ચાલી રહી હતી ત્યારે તે બેભાન થઈને સ્ટેજ પરથી પડી ગયા હતા. મેડિકલ સ્ટાફ દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. આ દુર્ઘટના ઘટતા તેઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા હતા.અને ઓક્શનને તાત્કાલિક રોકી દેવાયું હતું.

Screenshot 37 1

  • કઈ ટીમે કયા ખેલાડીઓને કર્યા રિટર્ન ?
  • મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કિરોન પોલાર્ડ
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ
  • ચેન્નાઈ સુપર કિંગ્સ: રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી
  • દિલ્હી કેપિટલ્સ: રિષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો અને એનરિક નોર્ટજે
  • કોલકાતા નાઈટ રાઈડર્સ: આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર અને સુનીલ નારાયણ
  • રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ
  • પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ, અર્શદીપ સિંહ
  • સનરાઇઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમસન, અબ્દુલ સમદ અને ઉમરાન મલિક
  • લખનૌ: કેએલ રાહુલ, માર્કસ સ્ટોઈનીસ, રવિ બિશ્નોઈ
  • અમદાવાદ: હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, શુભમન ગિલ

 

Screenshot 34 1

ઓકશનમાં રહેલા ભારતના મોટા ક્રિકેટરો

Screenshot 35 1

આ યાદીમાં ભારતીય ક્રિકેટના કેટલાક મોટા નામ સામેલ છે. જેમાં રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ ઐયર, શિખર ધવન, ઈશાન કિશન, સુરેશ રૈના, દેવદત્ત પડિકલ અને હર્ષલ પટેલનો સમાવેશ થાય છે. આ સિવાય દિનેશ કાર્તિક, ભુનેશ્વર કુમાર, અંબાતી રાયડુ, કૃણાલ પંડ્યા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, રોબિન ઉથપ્પા અને શાર્દુલ ઠાકુર પણ છે. આ તમામની બ્રેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે.

Screenshot 36 1

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.