આઇપીએલનું મેગા ઓકસન ફેબ્રુઆરી 12 અને 13ના રોજ યોજાશે

અમદાવાદની ટિમને બીસીસીઆઈની ‘લિલી ઝંડી’ મળી

આઈપીએલ 2020 માટેનું મેગા ઓપ્શન આગામી ફેબ્રુઆરી 12 અને 13 ના રોજ બેંગલોર ખાતે યોજાવા જઇ રહ્યું છે તે પૂર્વે જ બીસીસીઆઈ દ્વારા અમદાવાદ અને લખનવ ની ટીમને લીલી ઝંડી આપવામાં આવી છે ત્યારે આ આઈપીએલમાં કુલ ૧૦ જેટલી ટીમો સહભાગી થશે. આઈપીએલ કાઉન્સિલની બેઠક બાદ આ અંગે નિર્ણય લેવાયો હતો અને બંને હવે અમોને નિર્ધારિત સમયમાં ખેલાડીઓને સાઇન કરવા માટેની તાકીદ પણ કરી હતી જ્યારે મેગા ઓપરેશન થાય તે પૂર્વે ટિમ પાસે તેના તારીખ ખેલાડીઓ હોવા જરૂરી છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગના ચેરમેન બ્રિજેશ પટેલ એ માહિતી આપતા કહ્યું હતું કે આઈપીએલ માટે ની હરાજી ફેબ્રુઆરીમાં  યોજાશે. ચા તે વાતની પણ માહિતી આપી હતી કે હવે આ આઈપીએલમાં વિવો મેઈન સ્પોન્સર નહીં હોય પરંતુ તેની સામે ટાટા આઇપીએલ તારીખે ઓળખાશે. વિવો પણ આઇપીએલ લીગમાં રહેશે પરંતુ મુખ્ય સ્પોન્સર તરીકે ટાટા નિર્ધારિત થયું છે.