Abtak Media Google News

ચોટીલાના ખાટડી અને ડાકવડલા ગામે અફીણની ખેતી કરતા ચાર ઝડપાયા

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

ઝાલાવડ પંથકમાં જાણે અફીણના વાવેતરનો રાફડો ફાટયો હોય તેમ સાયલાના જૂના જશાપર ગામેથી અફીણનો   790 કિલો  જથ્થો અને ચોટીલાના ખાટડી અને ડાકવડલા ગામેથી પણ અફીણનું  વાવેતર  કરતા ચાર શખ્સોની ધરપકડ કરી છે.

સાયલા તાલુકાના જુના જશાપર ગામે બાગાયતી પાકની આડમાં અફીણનું વાવેતર કરવામાં આવ્યું હતુ. જેમાં બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે રેડ કરી હતી. જેમાં 8591 અફીણના લીલા છોડ સહીત કુલ રૂપિયા 23,72,500 ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

એસઓજી પોલીસે સાયલા તાલુકાના જુના જશાપર ગામે બાગાયતી પાકની આડમાં અફીણના વાવેતરનો પર્દાફાસ કર્યો છે. આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જુના જશાપર ગામર રહેતા રમેશભાઇ જેશાભાઇ કાલરીયા તેમના જુના જશાપર ગામની સીમમાં આવેલા ખેતરમાં લીંબુ, ચીકુ, મોસંબી સહીતના બાગાયતી પાકના વાવેતરની આડમાં અફીણનું વાવેતર કર્યું હોવાની બાતમી એસઓજી પોલીસ ટીમને મળતા રેડ કરી હતી.

જેમાં ખેતરમાં બાગાયતી પાકની વચ્ચે અફીણના 8591 છોડ મળી આવતા પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે અફીણના છોડ 790 કિલોગ્રામ અને એક મોબાઇલ સહીત કુલ રૂપિયા 23,72,500 નો મુદ્દામાલ સાથે રમેશ કાલરીયાને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી રમેશની પ્રાથમિક પુછપરછ કરતા અફીણના વાવેતર માટે હાઇવે પરથી એક ટ્રક ડ્રાઇવર પાસેથી બીયારણ લઇ વાવેતર કર્યું હોવાની વિગતો બહાર આવી છે.

તેમજ આટલી મોટી માત્રમાં અફીણનું વાવેતર કેમ કર્યું હતુ. તે બાબતે આરોપી દ્વારા હજુ સુધી ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ વાવેતર પાછળ અન્ય કોઇ ઇસમો સંડોવાયેલા છે કેમ, અફીણનું વેચાણ માટે શું પ્લાન હતો. તે સહીતની બાબતો અંગે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.

તો બીજી તરફ ચોટીલા તાલુકાના  ખાટડી અને ડાકવડલા ગામે પણ અફીણનું  વાવેતર  ઝડપાયું છે. સુરેન્દ્રનગર એસઓજી સ્ટાફે ખાટડી અને ડાકવડલા ગામેથક્ષ મોટાપ્રમાણમાં  અફીણના  જથ્થા સાથે   ચાર શખ્સોને ઝડપી પાડયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.