Abtak Media Google News

 

શહેરના સૌથી ગીચ અને સતત ટ્રાફીકથી ધમધમતા એવા હોસ્પિટલ ચોક ખાતે કોર્પોરેશન દ્વારા રૂ.84.71 કરોડના ખર્ચે ટ્રાએંગલ ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. નવેમ્બર-2019થી બ્રિજનું નિર્માણકામ શરૂ કરવામાં આવ્યુ છે. હાલ બ્રિજ 70% તૈયાર થઇ ગયો છે. આગામી જુલાઇ માસ સુધીમાં વાહન ચાલકો માટે આ બ્રિજને ખૂલ્લો મૂકી દેવામાં આવશે. નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજની મુખ્ય વિશેષતાઓ જોવામાં આવે તો સર્વિસ રોડની પહોળાઇ બંને તરફ 6 મીટરની રાખવામાં આવી છે.

જ્યારે ફૂટપાથની પહોળાઇ 0.90 મીટરની છે. હોસ્પિટલ ચોકથી જવાહર રોડ તરફ બ્રિજની લંબાઇ 299 મીટર, કુવાડવા રોડ તરફની લંબાઇ 400 મીટર અને જામનગર રોડ તરફની લંબાઇ 367 મીટર છે. બ્રિજનું નિર્માણ કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ‘અબતક’ દ્વારા હોસ્પિટલ ચોકમાં લેવામાં આવેલી ડ્રોન તસવીર ખૂબ જ નયનરમ્ય છે. આ બ્રિજ રાજકોટની યશકલગીમાં વધુ ઉમેરો કરશે. બ્રિજના લોકાર્પણ બાદ હજારો વાહન ચાલકોને ટ્રાફીકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.