Abtak Media Google News

અબતક, રાજકોટ

લાંબા સમયથી સંજયલીલા ભણશાલીના ડિરેકશનમાં બનેલી ફિલ્મ ગંગુબાઇ કાઠીયાવાડીની રાહ જોવાઇ રહી છે. અનેક કારણોસર આ ફિલ્મની રીલીઝ ડેટ બદલાઇ છે હવે જયારે આવતી કાલે આ ફિલ્મ રીલીઝ માટે તૈયાર છે ત્યારે ગંગુબાઇ કાઠિયાવાડી કાયદાકીય સમસ્યામાં ફસાઇ છે. ફિલ્મને લગતો વિવાદ સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.

આજે સુપ્રિમ કોર્ટેએ સંજયલીલા ભણશાલીની ફિલ્મનું શીર્ષક બદલવાનું સુચન કર્યુ છે જેથી ફિલ્મની આસપાસના ઘણાં વિવાદો અને કેસોને ઉકેલવામાં આવે.

ગંગુબાઇની પૌત્રી ભારતી સોનવણે અને તેના વકીલ નરેન્દ્ર જેઓના કેસની સુનાવણી હાલમાં સુપ્રિમ કોર્ટમાં ચાલી રહી છે. ભારતી સોનવણે કેટલાંક આરોપ લગાવ્યાં0 છે કે આ ફિલ્મમાં તેની દાદી (ગંગુબાઇ)ની છબીને બદનામ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારને કોઇ કારણ વગર બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

ભારતીય સોનાવણેના કહેવા મુજબ આ ફિલ્મ બનાવતા પહેલા કોઇની સંમતિલેવામાં આવી ન હતી. અને નિર્માતાઓએ ગંગુબાઇની જે પણ છબી રજુ કરી છે તે સંપૂર્ણપણે ખોટી છે, અમારા વકીલ ફિલ્મને રીલીઝ થતી રોકવા માટે કામ કરી રહ્યાં છે.

ભારતી સોનવણે કહ્યું હતું કે, હું સંજયલીલા ભણશાલીને કહેવા માંગું છું કે તેણે ફિલ્મ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ માં  મારી દાદીની ભૂમિકા ભજવી છે તે જ પરિપ્રેક્ષ્યમાં કોઇપણ માતાની કલ્પના કરે તે કેવી રીતે વ્યાજબી છે? આ બદનક્ષી છે અને હું આ સહન કરીશ નહી. તે મારા દાદી હતા. તે કમાઠીપૂરામાં રહ્યા  તે તેમની ભૂલ ન હોતી. કમાઠીપૂરામાં વિવિધ પ્રકારના લોકો રહે છે. તો શું કમાઠીપુરાની બધી જ સ્ત્રીઓ રૂપજીવીની (પ્રોસ્ટીટયુટ) છે ? સંજયલીલા ભણશાલીએ અમારું નામ બદનામ કર્યુ છે. અમે કોઇને અમારું મોઢું બતાવવ ામાટે સમક્ષ નથી.

અમારા સંબંધીઓ અને સાથીદારો અમને પૂછે કે, ‘ઐસીથી કયાં આપકી નાની?’ તે રોજેરોજ પોલીસકર્મીઓ સાથે ફરવા અને વાતચીત કરતી હતી ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે તે રૂપજીવીની ન હતી.

વકીલ નરેન્દ્રએ જણાવતા કહે છે કે અમારી અરજી સુપ્રિમ કોર્ટ માં પેન્ડીંગ છે આ મામલે અમારી છેલ્લી આશા સુપ્રિમ કોર્ટ પર છે.

આપણી ભારતીય ન્યાય પ્રણાલીમાં એક પણ મામલો આ રીતે દાખલ કરવામાં આવ્યો નથી.

અગાઉ પણ માનહાનિના કેસ દાખલ કરવામાં આવ્યાં છે. તે અંગે જણાવતા વકીલ નરેન્દ્રએ જણાવ્યું હતું કે ભૂતકાળના એક કેસથી પરિચિત હશો (એ.આઇ.ડી.એમ.કે.) ના ચીફના મૃત્યુ પછી શૈષન-ધ અલ્ટીમેટ સ્ટોરી નામનુઁ પુસ્તક પ્રકાશિત થયુ. લેખકે એમ કરૂણાનિધિ વિશે ભ્રષ્ટાચાર, શારીરિક સંબંધો વગેરે જેવા વિષયો પર ઘણી બધી બાબતો લખી હતી. આ તેમના મૃત્યુના પ થી 6 વર્ષ પછી લખવામાં આવ્યું હતું. જયારે એ પુસ્તક ફરતું થયું. તયારે એ.આઇ.ડી.એમ. કે પાર્ટી, એમ કરૂણાનિધિ અને જયલલીતાના પરિવારના સભ્યોએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

વ્યકિત મૃત્યુ પામી છે અને પોતાની લડાઇ લડવા માટે હાજર નથી તે કોઇને તેમના જીવન વિશે કંઇપણ લખવાા બનાવવાની મંજુરી આપતું નથી.

સંજયલીલા ભણશાલીએ કહેલ કે તેણે આ ફિલ્મ એસ. હુસૈન ઝૈદીના પુસ્તક પર આધારીત બનાવેલ તેનો જવાબ આપતા ભારતી સોનાવણેએ જણાવેલ કે તે દાવો કરે છે કે તેણે તેની ફિલ્મ મૃત વ્યકિત વિશેના પુસ્તક પર આધારીત છે. તો તેને મૂળભૂત સમજ હોવી જોઇએ કે મૃતકોના વંશજો હોઇ તેણે તેમની પાસેથી પરવાનગી લેવી પડશે. જયારે તમે કોઇ વાસ્તવિક વ્યકિત પર ફિલ્મ બનાવો છો. ત્યારે તમારે ઘ્યાન રાખવું જોઇએ.

ભારતી સોનાવણેએ વધુમાં જણાવેલ કે કોઇએ કયારેય મારો સંપર્ક કર્યો નથી. નિર્માતાઓનું કહેવું છે કે તેઓએ આ ફિલ્મ ઝૈદીના પુસ્તક પર આધારિત બનાવી છે પરંતુ ઝૈદીએ પોતે કબુલ્યું છે કે તેણે કોઇ પુછપરછ કરી નથી.

વકીલ નરેન્દ્રના જણાવ્યાનુસાર મૂળભૂત રીતે ઝૈદીએ જે કહ્યું છે તે એ છે કે તેણે ગંગુબાઇ અને તેના પરિચિતોની આસપાસના લોકો દ્વારા તેમની સાથે શેર કરેલી વાર્તાઓ પર આધારીત ફિલ્મ લખી છે તેમણે કોઇ પુરાવા વિના પુસ્તક લખ્યું છે.

પછી બાબુરાવ શાહ અને અન્ય બાળકો (શંકુતલા રણજીત કાવી – ભારતીની માતા, સુશીલા રેડ્ડી અને રજનીકાંત રાવજી શાહ) ની વાત છે જેમને ગંગુબાઇએ દતક લીધા હતા. ઝૈદીએ પોતાના પુસ્તકમાં આનો સંદર્ભ આવ્યો છે તેઓને 1947 માં દતક લેવામાં આવ્યા હતા. પરંતુ દતક લેવાનો કાયદો 1956માં બનાવવામાં આવ્યો હતો, તેથી, જો તેઓને તેમના સંબંધીની છબીનું રક્ષણ કરવું હોય, તો તેઓ પહેલા કોર્ટમાં ઉભા રહીને સાબિત કરી શકતા નથી કે તેઓ સંબંધીત છે અને પછી દલીલમાં ઉતરી શકે છે. ગંગુબાઇની છબી વિકૃત ન થવી જોઇએ અંતે ખુબ પ્રશ્ર્નએ ઉભો થાય છે કે જયારે કોઇ વ્યકિત જાહેરમાં બદનામ થાય છે. ત્યારે તેણે પહેલા શું કરવું જોઇએ તેની-તેણીની ગરિમા બચાવવા માટે અથવા કોર્ટમાં જઇને સાબિત કરો કે તેને તેણીને તેમની ગરિમા સાબિત કરવાનો અધિકાર છે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.