Abtak Media Google News

ભારતે તેનું સૌથી અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે: લતા દિદીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવતા  ભૂપતભાઈ બોદર

ભારત રત્ન લતા મંગેશકર કોવિડ થી સંક્રમિત થયા બાદ જીવન સામેનો જંગ હારી ગયા ત્યારે તેમના નિધનથી સમગ્ર દેશ શોકાતુર છે અને દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવેલ છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભૂપતભાઈ બોદર એ લતા દીદી ને શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે લતા મંગેશકર નું નિધન એ દેશ માટે મોટી ખોટ છે, તેમણે ગાયેલા શ્રેણીબદ્ધ મધુર ગીતો આપણા માનસપટમાં જ નહીં સમગ્ર વિશ્વમાં અમર રહેશે, લતાજીના રૂપમાં દેશે આજે રાગનો એક સ્ત્રોત ગુમાવ્યો છે.

દેશના દરેક સંગીત પ્રેમીઓ ના દિલમાં લતાજી હંમેશા અમર રહેશે, નૌશાદ થી લઈને એ આર રહેમાન જેવા સંગીતકારો અને મદનમોહન, રફી  થી લઇ ને ઉદિત નારાયણ, કુમાર સાનું જેવા ગાયકો સાથે અનેક લોકપ્રિય ગીતો ગાનાર લતાજી નો કોકિલ કાંઠો સ્વર જ ’ મેરી આવાઝ હી મેરી પહેચાન હૈ ’ ના મંત્ર ને ખરા અર્થમાં સાર્થક કર્યું હતું.

ત્યારે લતા દીદી ના દુખદ નિધન થી સંગીતના એક સુવર્ણ યુગ નો અંત આવ્યો છે, આ તકે શ્રી ભૂપતભાઈ બોદર એ લતાદિદી સાથે ના યાદગાર સંભારણા વાગોળતા જણાવ્યું હતું કે શ્રી ભૂપતભાઈ બોદર ના પ્રોડક્શન હેઠળ અને કે.અમર સોલંકી (ડેની ) ના ડાયરેકસન હેઠળ નિર્માણ થયેલી ગુજરાતી પિક્ચર ’દુ:ખિયાના બેલી બાપા સીતારામ ,માં લતા દીદી એ’ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે’ ભજન ગાયું હતું  અને આ ગીત ગુજરાતી પિક્ચર માં લતાજી નું છેલ્લું ગીત હતું ત્યારે આ ગીત ની તેણે કોઈ પણ જાતની ફી સ્વીકારી નહોતી પરંતુ તેમના દ્વારા પૂના ખાતે ચાલતા ચેરીટેબલ ટ્રસ્ટ માં ઈચ્છા શક્તિ મુજબ જે કંઈ આપવું હોય તે આપવા જણાવેલ હતું. તેમજ લતાજીને રાજકોટના પેંડા અને ઉદ્યોગ ભારતી ની ખાદી ની સાડી અતિ પ્રિય હતી.

ત્યારે લતાજી સાથે જીવનનું આ આજીવન યાદગાર સંભારણું રહેશે. આટલી મોટી પ્રતિભા  હોવા છતાય તેમનું સાદગીપૂર્ણ જીવન અને સરળ, સાલસ સ્વભાવ એ  એમની ખૂબી હતી. ત્યારે દેશની શાન અને સંગીત જગતની શિરમોર, કોકિલ કંઠી, ભારત રત્ન લતા મંગેશકરનું નિધન દુ:ખદ છે, ત્યારે શ્રી ભૂપતભાઈ બોદર એ સ્વર્ગસ્થ લતાજીની પવિત્ર  ચેતનાને કોટી કોટી વંદન કરી ઈશ્વર તેમના દિવ્ય આત્મા ને શાંતિ પ્રદાન કરે તેવી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.