Abtak Media Google News

17 ઇવેન્ટમાં 1786 ખેલૈયાઓની કલા જોઇ મહેમાનો થયા સ્તબ્ધ

 

અબતક, રાજકોટ

રાજકોટ સ્થિત હેમુ ગઢવી નાટ્ય ગૃહ ખાતે ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટ દ્વારા સંયુક્ત પણે આયોજિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા-2021-22નો શુભારંભ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે દિપ પ્રાગટ્ય વડે કરાવ્યો હતો.જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાના પ્રારંભે રાસ, ગરબા,  શરણાઈને ઢોલના સુર-તાલના સથવારે ખેલૈયાઓએ જોશભેર સ્ટેજ ગજાવ્યુ ંહતું અને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. પરંપરાગત વસ્ત્ર પરિધાન, વીરરસ, પ્રણય રસ તેમજ ભાતીગળ સંસ્કૃતિના ગાયન અને વાદ્યોના સથવારે આપણી કલા સંસ્કૃતિનો ભવ્ય માહોલ હોલ ખાતે ઉભરી ઉઠ્યો હતો.

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે કહ્યું હતું કે, કલા જગત એક વિશાળ ફલક છે. કલાને અભિવ્યક્ત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે. આવી પ્રવૃત્તિઓને યોગ્ય દિશા આપવાનું કામ રાજ્ય સરકારના કલામ હાકુંભ દ્વારા થાય છે. વિસરાતી જતી કલા-સંસ્કૃતિને ઉજાગર કરીને તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનું કામ રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ ેછે. કલા અને કલાકારોને પ્રોત્સાહીત કરવા રાજય સરકાર ઉત્સુક છે. કલાકારોને કદરરૂપે રાજય સરકાર દ્વારા સહાય અપાય છે. જેથી તેમને આગળ વધવાનું પ્રોત્સાહન મળશે.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે કહ્યુ ંહતું કે,  કલા મહાકુંભ જેવા આયોજનથી કલાકારોને પ્રોત્સાહન મળે છે. તેમજ તેમનું કલા-કૌશલ્ય બહાર આવે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે.

ગુજરાતનું યુવાધન ખેલ સાથે કલાક્ષેત્રે પણ વિશ્વમમાં ગુજરાતનો ડંકો વગાડે તે માટે રાજય સરકાર પ્રયત્ન શીલ છે.આ કલા મહાકુંભમાં કુલ 17 ઈવેન્ટમા ં1786 ખેલૈયાઆ ેભાગ લઈ રહ્યા છે. જેમાં કાવ્ય લેખનમાં પ, ગઝલ- શાયરીમાં 2, ઓરગનમાં 7, નિબંધ લેખનમાં 12, ભરત નાટ્યમમાં 3, કથકમાં 4, રાસમાં 9ગૃપ, ગરબામાં 10ગ્રુપ, સર્જનાત્મક કારીગરીમાં 13, ચિત્રકલામાં 12 અને લોકનૃત્યમાં 3લોકોઅ ેભાગ લીધો હતો. એકપાત્રીય અભિનય, સમુહગીત, વકૃત્વસ્પર્ધા, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ જેવી ઈવેન્ટ આવતીકાલ તા. 25ફેબ્રુઆરીના રોજ યોજાશે.

કલા મહાકુંભ થકી બાળકોને એક પ્લેટફોર્મ મળશે: મોહનભાઇ કુંડારીયા(સાંસદ)

અબતક સાથેની વાતચીતમાં સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતુઁ કે ગુજરાત સરકારના રમત ગમત અને સાંસ્કૃતિ વિભાગના માઘ્યમથી આજે રાજકોટ જીલ્લાનો કલા મહાકુંભનું આયોજન કરવામાં આવેલ જે બે દિવસ ચાલેશે. 1275 થી વધુ કલાકારો (વિઘાર્થીઓ) એ ભાગ લીધો છે. ગુજરાતમાં વારસામાં મળેલ સંસ્કૃતિકે જે ગામડામાં વસતા બાળકો નાની વયથી ઓળકામડો, ગીલી ડાંડીયો અને વિધ પ્રવૃતિઓમાં માહીર હતા. બાળકોમાં પડેલ કલાને ઉજાગર કરવાં આ કલામહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકોને એક પ્લેટફોર્મ મળી રહે બાળકો જીલ્લા કક્ષાએથી રાજયકક્ષાએ કે આંતર રાજય કક્ષાએ દેશ ગુજરાતનું નામ રોશન કરે.

પરંપરાની આગવી પેઢીને ઓળખ આપવા કલા મહાકુંભનું આયોજન: ધર્મરાજસિંહ વાઘેલા

અબતક સાથેની વાતચીતમાં જીલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રમત ગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃતિ વિભાગના કમીશ્નર યુવક સાંસ્કૃતિક વિભાગ આયોજીત અને જીલ્લા વિકાસ અધિકારી રાજકોટ સંચાલીત કલા મહાકુંભનું આયોજન કરવામાં આવેલ બે દિવસના આયોજનમાં અલગ અલગ 17 પ્રકારની ઇવેન્ટમાં સાત વર્ષથી લઇ 65 વર્ષથીવધુ ઉમરના સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ કલા મહાકુંભમાં 1000 થી વધુ સ્પર્ધકો પોતાની કલા પ્રસ્તુત કરશે. 1 થી 3 ના વિજેતા કલાકારોને પ્રોત્સાહન રુપે પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવેશ. પ્રથમ વિજેતા આગળ પ્રદેશ કક્ષાએ ભાગ લેવા જશે. વિશેષમાં પ્રદેશ રાજય કક્ષાએ વિજેતા થશે તેને ગાંધીનગર ખાતે આ કક્ષાની મોટી ઇવેન્ટોમાં

ભાગ લઇ શકશે. આંતરરાજય અને આંતર રાષ્ટ્રીય જગ્યાએ કલ્ચરલ ગ્રુપ સરકાર વતી મોકલવામાં આવે તેમાં પણ વિજેતા કલાકારોના ગૃહને મોકલવાનો પ્રયાસ કરીએ છીએ કલા મહાકુંભ પાછળનો મુખ્ય હેતુ ગુજરાત આપણું વૈવિઘ્ય પૂર્ણ વારસો ધરાવે છે ઘણી બધી કલાઓ લોકકલાઓ વિવિધ પરંપરાગત કલાઓ લુપ્ત ન થાય આવનારી પેઢી બાળકોએ પરંપરાને આગળ ધપાવે તે માટે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.