Abtak Media Google News

 

પ્રગટેશ્વર મહાદેવના નામથી જ પડધરી નામ પડયું

400 વર્ષ પૂર્વે રાજા જામસાહેબની મંજુરીથી મંદિરનું નિર્માણ કરાયું હતું

અબતક, ભોૈમિક તળપદા,પડધરી

પડધરી ખાતે આશરે 400 વર્ષ પૌરાણિક પ્રગટેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. પ્રગટેશ્વર મહાદેવના નામથીજ પડધરી ગામનું નામ પાડવામાં આવ્યું હતું.પૂર્વ રાષ્ટ્રપતિ મોરારજીભાઇ દેસાઇ પડધરી પ્રગટેશ્વર મહાદેવ ખાતે દર્શન કરવા આવેલ અને જયોતિષ આચાર્ય શાસ્ત્રી રેવાશંકર દાદાને રાષ્ટ્રીય  એવોર્ડથી સન્માનીત કરેલ હતા. શાસ્ત્રીશ્રી રેવાશંકર દાદાએ શિર્ષાસનથી સામદેવને કંઠસ્થ કરેલ આ વાતથી ભાવુક અને પ્રસન્ન થઇ ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ મોરારજીભાઇ દેસાઇ એ એવોર્ડથી સન્માની કર્યા.નંદવાણીની ગાય ભરવાડ ચરાવતા ત્યારે સાંજે જયારે ધણ પાછું ફરતું ત્યારે એક ગાય આ જગ્યાએ અલગ પડી આવી જતી અને ત્યાં દૂધની ધરા વહેવા લાગતી અને નંદવાણાાને સ્વપ્ન આવતા ત્યા જગ્યા ખોદતા શીવલીંગ મળી આવી અને પ્રગટેશ્ર્વર મહાદેવ પ્રગટ થયા.

પુજારી પરિવાર દ્વારા અલગ અલગ વાર તહેવાર નીમીતે મહાદેવને શ્રુંગાર કરવામાં આવે છે

400 વષ પૂર્વે રાજા જામસાહેબની મંજુરીથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ મંદિરમાં શ્રાવણ તથા અધિક માસની અમાસે વાર્ષિક યજ્ઞ કરવામાં આવે છે. વિશ્ર્વ શાંતિ યજ્ઞ કરવામાં આવે બ્રહ્મ ભોજન કરાવેલ શ્રાવણ માસમાં દરરોજ સાંજે આશરે 100 વર્ષથી જ્ઞાન યજ્ઞ તથા મહાભારત, શિવપુરાણ, રામાયણ તથા ભાગવત ગીતાનો સાર કહેવામાં આવે.દૂરથી પગપાળા યાત્રા કરતાં શ્રઘ્ધાળુઓને આશરો મળે છે. પ્રગટેશ્ર્વર દાદાને ગામનાં 18 એ વરણો માને અને શ્રઘ્ધા રાખે છે. તેમજ દેવકાર્યો વૈદિક પરંપરા મુજબ કરવામાં આવે છે.હાલમાં પુજારી પરિવાર દ્વારા અલગ અલગ વારે દરરોજ અલગ અલગ ધાન (અનાજ) થી શીવજીને ધાન્યમાં રાખવામાં આવે છે. અહીંયા દરરોજ પુજારી દ્વારા અલગ અલગ પુષ્પો દ્વારા તથા આભુષણો દ્વારા શણગાર કરવામાં આવે છે.

આજે મહાશિવરાત્રી નીમીતે પ્રગટેશ્વર મહાદેવ મંદિરે  સાત પોરની આરતી

પ્રગટેશ્વર દાદાના મંદિરે દર વર્ષે મહાશિવરાત્રી નિમીતે સાત પોરની સાત આરતી કરવામાં આવે છે. સવારની પ્રથમ આરતી મંગળા આરતી, તથા બપોરે મહાપ્રસાદની આરતી, સંઘ્યા આરતી, રાત્રિએ પેલા પોરની 10 વાગ્યાની આરતી, મઘ્યાંતની આરતી શીવ પ્રાગટય મહા આરતી રાત્રે 1ર વાગ્યાની આરતી તથા ર વાગ્યે અને 4 વાગ્યે એમ કુલ સાત આરતી કરવામાં આવે છે. આ તમામ આરતીમાં અભિષેક દ્વારા કરવામાં આવે છે. શિવરાત્રિએ દર્શન કરવા આવેલ શ્રઘ્ધાળુઓને મહાપ્રસાદ તથા ભાંગ પ્રસાદ આપવામાં આવે છે. તથા આખા મંદિરને લાઇટોથી સુશોભીત કરી મંદિરને સાજ શુંગાર દ્વારા શુશોભિત કરવામાં આવે છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.