Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લાનાં નિવૃત્ત આર્મીમેનનું નિધન થયું છતા જમીન ન મળી: પુત્રએ તંત્ર સામે લડત ચલાવી

અબતક,રાજકોટ

ગીર સોમનાથ જિલ્લાના નિવૃત આર્મીમેનને  વર્ષોની લડત બાદ પણ સાંથણીની  જમીન મળી નથી જોકે તેઓનું  નિધન થઈ ગયા બાદ તેમના પુત્ર પણ આ મામલે લડત ચલાવીરહ્યા છે. તેઓએ આ મામલે ન્યાયનીમાંગ કરી છે.

આ અગે હિતેશભાઈ મહેતાએ જણાવ્યું કે તેમના પિતા પિયુષચંદ્ર નટવરલાલ મહેતા ને સર્વે નંબર 46 માં પાંચ એકર જમીન ફાળવવા સાથણીમાં હુકમ કરેલ છે.ત્યારબાદ ગ્રામવાસીઓ દ્વારા કોઈ વ્યક્તિઓની સાથણી પસંદના આવતા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી જેના પરિણામે ગ્રામવાસીઓને વિજય મલતા સરકારે અપીલ પણ કરી પણ અમુક કારણોસર તે અપીલમાં પણ 1983 માં સરકારનો પરાજય થયો..

એ સમયે સરકાર દ્વારા એક ખુબ જ ગંભીર ક્ષતી રહી ગઈ હતી તેઓએ સાથણી માં સોપાયેલ એક પણ અરજદાર ના નામો તેમાં જોડાયા ન હતા.

આ ભૂલથી અમારા   પર વજ્રઘાત થયો..છતાં પણ અમારા પિતા એ સલાહકાર વકીલ દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો કે જે ગીર સોમનાથ સેશન કોર્ટ માં કેસ નંબર 37/2010 કે છે તારીખ 22/2/2019 સુધી ચાલ્યો કે જેમાં વાદી રીટાયર્ડ આર્મી મેન અને પ્રતિવાદી કલેકટર હોય જેમાં આ કેસના પાના નંબર 18 પર સ્વચ્છ અને દેખાય તેવા સ્પષ્ટ શબ્દોમાં અગાઉનો સાથણી નો ઓર્ડર રદ કરી સરકારના પરિપત્ર 1979 પ્રમાણે ખેતીની જમીનનો કબજો કે જે વેરાવળ તાલુકાની અંદર સોપવામાં આવે આટલા આકરા હુકમ કર્યા છે . જે હુકમ અને સાથે જમીન મેળવવા માટે તા . 13/3/2019 ના રોજ કલેકટર  ને રૂબરૂ માં અરજી આપેલ હોય છતાં પણ અરજી  ના નિકાલ માટે યોગ્ય અથવા સંતોષકારક જવાબ પણ ના નસીબ થયો.

ત્યારબાદ વાદી  સ્વ.પિયુષચંદ્ર નટવરલાલ મહેતાના વારસદાર તેમના પત્ની ગીતાબેન દ્વારા વેરાવળ સેશન કોર્ટ માં સરકાર વિરુદ્ધ દરખાસ્ત કરવામાં આવી કે જેનો નંબર 11/2019 હોય જેમાં ચાલુ દરખાસ્ત એ અને કેસ ઓર્ડર ઉપર હોય તેવા સમયે સરકાર દ્વારા લિમિટેશન એકટ કલમ-5 મુજબ વિલંબ માફ કરવા માટે કરેલ હતી જેમાં માન્ય  સુપ્રીમ કોર્ટ ના હુકમ  અને હાઇકોર્ટ ના હુકમ ની સર્ટિફાઇડ નકલ અને લેખિત દલીલ ની અરજી જજ  એ ધ્યાન એ લઇને પ્રતિવાદી ની પહેલી ડીસ્ટ્રિકટ કોર્ટ ની અપીલ નામંજૂર કરેલી હોય… ત્યારબાદ સરકાર  દ્વારા હજુ પણ પરેશાન કરવાની ભાવના થી હાઇકોર્ટ ની અંદર કલમ નં.-100 અનુસાર બીજી અપીલ દાખલ કરેલ  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.