Abtak Media Google News

પ0 રૂમો, જીમ મંદિર, ગાર્ડન, લાયબ્રેરી સહિતની અનેક આધુનિક સગવડ સાથે સ્વામીનારાયણ સેવાશ્રમ સંકુલનું નિર્માણ

ભુજ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન મુખ્યદેવને આગામી 2023 માં 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભુજના ઉપલક્ષ્યમાં  કચ્છનું પ્રથમ હાઈટેક સેવાઆશ્રમ બનાવવા જઈ રહ્યું છે. જેનું ખાતમુહૂર્ત  ભુજ મંદિરના સ.ગુ.મહંત પુરાણી સ્વામી  ધર્મનંદનદાસજી, સ.ગુ.ઉપમહંત પુરાણી સ્વામી ભગવદ્જીવનદાસજી, સ.ગુ.પાર્ષદવર્ય કોઠારી જાદવજી ભગત, સ.ગુ.પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી તેમજ આ શ્રી સ્વામિનારાયણ સેવાઆશ્રમ (સેવાકીય) કાર્યમાં રૂપિયા 4 કરોડનું અનુદાન આપનાર આ સંકુલના યશસ્વી યજમાનશ્રી  અ.નિ પ.ભ.શ્રી પરબતભાઈ કુંવરજી હાલારીયા અ. નિ.ધ.પ. અમરબેન પરબતભાઇ હાલારીયા હસ્તે પુત્રી પ.ભ. સુમિત્રાબેન  પરબતભાઇ હાલારીયાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ભુજમંદિરના સ.ગુ.મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી આર્શિવચન આપતાં જણાવ્યંક હતું કે,સ્વામિનારાયણ મંદિર-ભુજ  તરફથી અનેક સેવાકીય કાર્ય જેમાં શૈક્ષણિક , આરોગ્ય , ગૌ – સેવા મુખ્યત્વે પ્રવૃતિઓ સાથે સંકળાયેલી છે ે કે વૃદ્ધ વડીલ ભાઈઓ બહેનો દુ:ખ મુઝવણથી મુક્ત બની , તેઓ પોતાના ઘર પરિવારની સાથે જ રહે છે તેવા  અહેસાસ એમને થાય તે માટે  સેવા , સમર્પણ અને સત્સંગ ના સ્નેહભાવ સાથે આ શ્રી સ્વામિનારાયણ સેવાશ્રમ સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

હાલના તબ્બકે 50 રૂમો બનાવવામાં આવશે , એક રૂમમાં બે વડીલોનો સમાવેશ કરવામાં આવશે, આ સેવાઆશ્રમમાં વિશેષ સુવિધાઓની વાત કરીએ તો, ભોજનાલય, હોસ્પિટલ, વડીલો ને નજર સમક્ષ રાખ ને તે પ્રકારનું જીમ,મંદિર,ગાર્ડન, લાયબ્રેરી,સંગીતમય વાતાવરણ સાથે અંડર ગ્રાઉન્ડ મીની થિયેટર કે જેમાં તેઓ ધાર્મિક કથાવાર્તા તેમજ સત્સંગ કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, કચ્છનું પ્રથમ હાઇટેક સ્વામિનારાયણ સેવાઆશ્રમ બનવા જઈ રહ્યું છે.

જેમાં મંદિર કમિટી, ટ્રસ્ટીશ્રીઓ, તેમજ નિર્માણકાર્ય સમિતિ ખુબ સરસ રીતે કાર્ય કરી રહી છે.આ પ્રસંગે સ.ગુ. વયોવૃધ્ધ સ્વામી સનાતનદાસજી , સ.ગુ. સ્વામીઓમાં પ્રભુચરણદાસજી,   નિરન્નમુક્તદાસજી,  કૃષ્ણપ્રસાદદાસજી, જગતપાવનદાસજી, સ્વયંપ્રકાશદાસજી,  હરિદાસજી, બાલકૃષ્ણદાસજી, દેવકૃષ્ણદાસજી, રામસ્વરૂપદાસજી, હરિબળદાસજી, વિશ્વપ્રકાશદાસજી, કેશવજીવનદાસજી, શાન્તીપ્રિયદાસજી, જગજીવનદાસજી , ઉપકોઠારી શાસ્ત્રી સ્વામી દેવસ્વરૂપદાસજી આદી સંતમંડળ તથા મહિલા મંદિરના મહંત સાં.યો. સામબાઈ ફઈ આદિ કચ્છના સમસ્ત સાં.યો. બહેનો અને આ સંકુલના યશસ્વી યજમાનશ્રી અ.નિ. પ.ભ. પરબતભાઈ કુંવરજી હાલારીયા ધ.પ. અ.નિ. અમરબેન પરબતભાઈ હાલારીયા હ. સપુત્રી સુમિત્રાબેન પરબત હાલારીયા ગામ કેરા ( લંડન ) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનું સંચાલન સભાપતિ શુકદેવસ્વરુપ સ્વામી એ કર્યું હતું, જ્યારે ભંડારી કોઠારી સ્વામી દિવ્યસ્વરૂપદાસજી, શા.સ્વામી અક્ષરપ્રિયદાસજી, સ્વામી નરનારાયણસ્વરૂપદાસજી  તથા સ્વામી ધર્મચરણદાસજીએ સેવાકાર્ય સાંભળ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.