Abtak Media Google News
અદ્યતન ભૌતિક સુવિધાથી સજજ મકાનો બાળકોનો વિકાસ ન કહી શકે તેને માટે કર્મનિષ્ટ શિક્ષકો જોઇએ: શાળાઓમાં ગ્રાઉન્ડ  ન હોય ત્યાં બાળકોના

શાળાએ જ્ઞાનનું મંદિર છે, આ વાત બધા કહે છે પણ જ્ઞાન મંદિરોમાં ચોમેર દિશાએથી બાળકોનો સંર્વાગી વિકાસ થાય છે? જુની શાળાઓમાં કશું હતું નહી માત્ર કર્મનિષ્ઠ, શિક્ષકોના એક માત્ર પ્લસ પોસન્ટથી છાત્ર સોળે કલાએ ખીલી ઉઠતો હતો. આજની શાળાઓ ભૌતિક સુવિધાથી સજજ આલિશાન મકાનોમાં છે. જેમાં ગ્રાઉન્ડ તો હોતા જ નથી. મલ્ટીસ્ટોરી મકાનોમાં વ્યવાસયિક શિક્ષકો માત્ર પુસ્તકિયા જ્ઞાનને વધુ મહત્વ આપી રહ્યા છે. શાળા સંચાલકો પણ વ્યવસાયના રૂપમાં શાળા ચલાવતા હોવાને કારણે છેલ્લા બે દશકામાં શિક્ષણ એક મોટો બિઝનેશ બનીગયો છે. કમ્મર તો ફિનું ધોરણ કોઇને પોસાતું નથી છતાં બધા મને કમને સંતાનોને ભણાવે છે. બીજી તરફ સરકારી શાળા માં હવે તો બધુ અદ્યતન  ખાનગી કરતા પણ સારુ છે પણ ત્યાં વાલીઓને છોકરા ભણાવવામાં શરમ આવે છે. દેખા દેખીના યુગમાં ઘણી સારી વસ્તુ લોકોને દેખાતી નથી.

55Cdb563C7573

આજની શાળામાં શું શું ખુટી રહ્યું છે તેની વાત આજે મારે કરવી છે. પ્રથમ તો બાળ મનોવિજ્ઞાનના ધારાધોરણ અને શિક્ષણ પઘ્ધતિમાં કેટલી શાળા ચાલે છે તે પ્રશ્ન પૂછજો. શાળાઓમાં બાલ મંદિરોમાં પ્રિ. પીટીસી, ધો. 1 થી પ માં પીટીસી અને ધો. 6 થી 9 કે ધો. 10 થી 1રમાં બી.એડ. કે તેની વિષય તજજ્ઞ જ શિક્ષણ આપી શકે મતબલ કે કવોલી ફાઇડ શિક્ષક જ ભણાવી શકે પણ આજે મોટાભાગની શાળામાં અનકવોલીફોઇડ શિક્ષકો ભણાવી રહ્યા છે. શાળાઓમાં ગ્રાઉન્ડ ન હોવાથી પહેલાની જેમ આજે બાળકોમાં શારીરિક વિકાસ થતો ની. સહુ અભ્યાસસિક પ્રવૃતિ નહિવત થાય છે. વર્ષે એકવાર શૈક્ષણિક પ્રવાસ પણ ઘટતા ગયા છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તેવા આયોજનની સતત ખોટ કે અછતને કારણે માત્ર પુસ્તકના પ્રશ્ર્ન જવાબ પુરતુ શિક્ષણ આજે ચાલી રહ્યું છે.

શારીરિક વિકાસની અપેક્ષા કેમ રાખી શકાય: સંગીત, ચિત્ર, ગાયન, વાદન જેવી ઇત્તર કલાનું વિકલી આયોજન કેટલી શાળામાં થાય છે

બાળકને ભણાવી શકાતો નથી તેનો માત્ર ભણતો કહી શકાય છે. બાળક પોતાની વ્યથા રજુ કરી શકે તે વર્ગ વ્યવસ્થા સૌથી ગણી શકાય. વર્ગ ખંડની અસરકારકતા શિક્ષકની તાકાત ઉપર હોય છે. ગુણવત્તાસભર શિક્ષણ પણ તે જ બાળકને આપી શકે છે. ભાવી નાગરીકોનો ઘડવૈયો એટલે શિક્ષક જો તે જ નબળો હોય તો સમગ્ર વર્ગ નબળો ગણી શકાય. આજે તો પાયાથી શિક્ષણની અગત્યતા સાવ ભુલાઇ ગઇ છે. માત્ર ધો. 10, 1ર ને જ મહત્વ અપાય છે. વાંચન, ગણન, લેખનની ક્ષમતામાં કેટલા બાળકો સફળ થાય છે. આજે ગુણપત્રકને આધારે છાત્રોનું મુલ્યાંકન થાય છે. તે તદન ખોટું છે. બાળકમાં રહેલી વિવિધ છૂપી કલાને પ્રોત્સાહન મળે બાળક ઘણી પ્રગતિ કરી શકે છે.

હમને જેને પ0 વર્ષ થયા છે તે આજના શિક્ષણની નબળાઇ બહું સારી રીતે સમજી જાય છે. તેનું કારણ તેને ભણતર ગણતર મેળવ્યું છે. પૂંઠામાંથી તેને ઘર બનાવીને ઉઘોગ પણ કર્યો છે જેને આજનો યુગ પ્રોજેકટ વર્ક કહે છે. સંગીત, ચિત્ર, વ્યાયામની પરિક્ષા આજે કેટલી શાળમાં લેવાય છે જે પહેલા લેવાતીને તેના માર્ક પણ મુકાતા હતા. ઘણું બદલાયું ને ઘણું નવું નવું આવ્યું પણ છાત્રોના સંર્વાગી વિકાસની વાત આજે સાવ વિકસાય ગઇ છે. આજે તો ગોખણીયું જ્ઞાનને તેના જેવી જ પરીક્ષામાં પાસ એટલે પાસ તેથી જ 90 ટકા ગુણવાળાને 100 ના છુટા કે બેંકની સ્લીપ ભરતા નથી આવડતી.

બાળકના સંર્વાગી વિકાસમાં સૌથી મોટી અને અગત્યની ભૂમિકા શિક્ષકની હોય છે. બાળકને જેમ વાળો તેમ વાળી શકતા હોવાથી શિક્ષક તેને શ્રેષ્ઠ વણાંક આપીને શ્રેષ્ઠ નાગરીક ઘડતર કરી શકે છે. શાળા સંચાલકો પણ ઘણીવાર શિક્ષકોને તેની રીતે ભણાવા દેતા હોતા નથી. માત્ર કોર્ષ પૂર્ણ કરવાની ઉતાવળે ઘણું બાળકને માટે કરવાનું રહી જતું હોય છે. દરેક શાળામાં આજના યુગમાં કવોલીફાઇડ કાઉન્સોલરની વ્યવસ્થા ફરજીયાત હોવી જોઇએ. આજે તો કોચીન, કેરીયર અને ક્ધસલટીંગનું તેની સાથે ઘણું જ મહત્વ છે. શાળા સિવાય બાળક તેના આસપાસના વાતાવરણમાંથી ઘણું શીખતો હોવાથી તેને સમજવોને સાંભળવો ખુબ જ જરુરી છે.

સરકારી શાળા કરતાં આજે સ્વનિર્ભર શાળાઓનું દિનપ્રતિદિન મહત્વ વધતું જાય છે, આજે તો સરકારી શાળા કરતા છાત્રો અને શિક્ષકો ખાનગી શાળામાં વધુ છે. ત્યારે તેને માટે આ શિક્ષકોને પણ તાલીમ બઘ્ધ કરવા જરુરી છે. નવા સત્રથી નવી શિક્ષણ નીતી આવી રહી છે જેથી આવનાર દિવસો વિવિધ બદલાવ શિક્ષણમાં આવશે પણ શિક્ષક સજજતા સૌથી અગત્યની બાબત પર વર્ક થવું જરુરી છે. નવી નવી શિક્ષણ ટેકનીક સાથે ગુણવતાસભર શિક્ષણ અને અસરકારક વર્ગ વ્યવસ્થા પરત્વે સૌએ કટિબઘ્ધ થવું  જરુરી છે. આજની શાળામાં ઘણું બધુ કરવાની જરુર છે જેમાં નિષ્ણાંતોની મદદ લઇને શ્રેષ્ઠ બદલાવ લાવી શકાય પણ કોણ પહેલ કરશે એ પ્રશ્ન છે.

શિક્ષક ધર્મની જેમ શાળા ધર્મ પણ હોય જેમાં શાળામાં આવતા તમામ છાત્રને શાળામાં આવવું ગમે ભણવું ગમે, બેસવું ગમે, પ્રવૃતિ કરવી ગમે જે માટે શાળાએ આવું વાતાવરણ નિર્માણ કરવું જ પડશે. આજના ઇન્ફરમેશન ટેકનોલોજીમાં સરકારી શાળામાં પણ સ્માર્ટ કલાસ આવી ગયા છે, જેમાં વિવિધ નવા નવા સોફટવેરની મદદથી બાળકોને રસમય શિક્ષણ આપી શકાય છે. આજે શાળામાં જે કરવું હોય તે થઇ શકે છે. પણ કોણ આ બધુ કરશે તે પક્ષ પ્રશ્ર્ન છે. દેશના આગળ લાવવા માટે દરેક શાળાએ તેના તમામ બાળકોને આગળ લાવવા પડશે.શાળા સંકુલમાં વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિને કારણે બાળકના રસ, રૂચિ, વલણોમાં ફેરફાર થવાથી તે દરેક બાબતે રસ લેતો થાય છે.

શિક્ષક જ વર્ગખંડનો રાજા હોય છે. દરેક શાળાએ બાળકને ભલે માર્ક ઓછા આવે પણ તેનો સંર્વાગી વિકાસ થાય તેવા પ્રયાસો કરવા જરુરી છે. શાળા બાળકોની વિવિધ પ્રવૃતિ પ્રોજેકટ સાથે સતત બદલાતી રહેવી જોઇએ. ખુલ્લા ગ્રાઉન્ડમાં પણ છાત્રોને તમે શ્રેષ્ઠ શિક્ષણ આપી શકો છો પણ તેના માટે વિવિધ રસમય શિક્ષણ પઘ્ધતિ અપનાવી પડે છે. આજેનો વર્ગમાં શિક્ષક છો પણ તેના માટે વિવિધ રસમય શિક્ષણ પઘ્ધતિ અપનાવી પડે છે. આજેનો વર્ગમાં શિક્ષક પાઠ  વાંચીને બાળકોને પ્રશ્ર્ન જવાબ લખવા આપી દે છે. તેનો હાર્દ શું તે કામ તમને ખાસ ભણાવાય છે તેવી વાતો કોઇ કરતું નથી. આવી ઘણી વાતો આજની શાળાની નબળાઇ છે.

આજની શાળામાં વૃક્ષારોપણ, રકતદાન કેમ્પ, એન.સી.સી., એન.એસ.એસ. સ્પોર્ટસ ડે, બાલસભા,  બાળસંસદ, વેસ્ટમાંથી બેસ્ટ, પાઠને અનુરુપ ટી.એલ.એમ. બાળકોને બતાવવા જેવી ઘણી બાબતો શાળામાં થતી જ નથી તેને પાઠ બરોબર સમજાતો ન હોવાથી ગોખણપટ્ટીને તેને અનુકુળ લાગે છે. શાળા લેવલે લેવાતી પરીક્ષાના અમુક પેપર સ્ટાઇલ જેવું સતત દર વીકે કરાવીને ગોખણપટ્ટીને ઉત્તેજન આપે છે. આવી તો ઘણી વાતો આજની શાળાની છે.

ખાસ કરીને નાના બાળકોના બાલ મંદિરોથી નબળું ભણતર ચાલતું આવતું હોવાથી ઉપલા ધોરણમાં કોઇને તેને આગળનું ભણાવવાનો સમય ન હોવાથી ટયુશન કે કોચિંગ કલાસનો ઉદય થયો હોવાથી હવે તેના વગર કોઇને ચાલતું જ નથી. મા-બાપ પણ હોશિયાર બાળકોને પણ તેમાં જોતરી દે છે. નાનકડું બાળક સવારથી સાંજ સુધી સતત ભણ-ભણ કરતું હોવાથી તેનો શારીરિક, માનસિક વિકાસ ગુમાવતો જાય છે. ટ્રેસને કારણે તેને ભણતરનો ભાર લાગવા માંડે છે.

બાળકોને પુસ્તકિયા જ્ઞાન સિવાય વિવિધ જીવન કલા પણ શીખવવી પડશે

આજના ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં હવે જુની-પુરાણી વન સાઇડ બોલ-બોલની શિક્ષણ પઘ્ધતિ ચાલી ન શકે આજનો બાળક નોલેજ ની દ્રષ્ટિએ આગળ હોવાને કારણે તેના રસ, રૂચિ, વલણો આધારીત શિક્ષણ આપવું જરુરી છે. વિવિધ જીવનકલા, કૌશલ્યોનો વિકાસ કરવો જરુરી છે. પુસ્તકની દુનિયા સિવાય આજના યુગમાં ઘણું બધુ બાળકોને શીખવવું જરુરી છે. કલા શિક્ષણના સથવારે જ બાળકોનો સંર્વાગી વિકાસ ઝડપથી થઇ શકશે. સરકારી શાળામાં દિનપ્રતિદિન થતા ફેરફારોના પગલે ખાનગી શાળાએ પણ હવે બદલાવ લાવવો પડશે. શિક્ષકની સાથે શાળાનો પણ ધર્મ હોય શકે છે. અભઅભ્યામિક પ્રવૃતિ સાથે ઇત્તર પ્રવૃતિ પણ જરુરી છે. વિજ્ઞાનના સિઘ્ધાંતોની સમજ અને પ્રયોગો જ બાળકો વિશિષ્ટ જ્ઞાન આપી શકે છે. તેથી તેને  વિજ્ઞાન દર્શન કરાવવું આર્થીક મુલ્યની સમજ કોઇ શાળા આપતું નથી આવા વિવિધ મુદ્દાઓ બાળકોના સંર્વાગી વિકાસ બાબતે જરુરી હોવાથી તેને સમજાવવા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.