Abtak Media Google News

ટ્રકમાં ચોખાના ભુસાની નીચે છુપાવી દારૂની હેર ફેર કરાતી: બે વ્યકિતની ધરપકડ

રાજસ્થાનથી ટ્રકમાં વિદેશી દારૂ ભરી કચ્છ તરફ લઈ જવામાં આવતો હોવાની બાતમી સાંતલપુર પોલીસને મળતા પીપરાળા ચેકપોસ્ટ પર પોલીસે નાકાબંધી કરી રૂપિયા 50 લાખનો વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા.

રાજસ્થાનમાં થી ટ્રકમાં અલગ અલગ કંપનીનો વિદેશી દારૂ ભરી કચ્છ તરફ લઈ જવાનો હોવાની બાતમી સાંતલપુર પીએસઆઈ એન.દી.પરમારને મળતા સાંતલપુર પોલીસ દ્વારા પીપરાળા ચેકપોસ્ટ પર નાકા બંધી કરવામાં આવી હતી.બાતમી આધારિત ટ્રક ગુરુવારના બપોરે પીપરાળા ચેકપોસ્ટ નજીક આવતા પોલીસે ટ્રકને રોકી હતી ટ્રકમાં શું છે

તે બાબતે ચાલકને પૂછપરછ કરતા પોલીસને સંતોષ કારક જવાબ ના મળતા પોલીસે ટ્રકની પાછળના ભાગે તપાસ કરતા ચોખાનું ભુસુ ભરેલ બોરીઓ જોવા મળી હતી.પોલીસે બોરીઓ ઉતરાવી તપાસ કરતા બોરીઓ નીચે સંતાડેલ રૂપિયા 5088600 ની અલગ અલગ કંપનીની વિદેશી દારૂની 1015 પેટીઓ મળી આવી હતી.

સાંતલપુર પોલીસે ટ્રક બે મોબાઇલ રોકડ સહિત રૂપિયા  6558640ના મુદ્દા માલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા ધરમા રામ અમરારામ ચૌધરી તથા પ્રકાશ અમરા રામ ચૌધરીને  ઝડપી સાંતલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.