Abtak Media Google News
  • પૂર્વ મંત્રી અને ધારાસભ્ય હકુભા પર જયેશ રાદડિયા, કાંધલ જાડેજા અને કલાકાર કીર્તિદાન ગઢવીએ કર્યો નોટોનો વરસાદ
  • કિંજલ દવે અને કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં એક લાખથી ઉપરાંતની જનમેદની: પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય કાંધલ જાડેજા, ધારાસભ્ય જયેશ રાદડિયા, ધારાસભ્ય વાસણભાઈ આહીર સહીતના નેતાઓ એક સાથે જોવા મળ્યા

જામનગરમાં આયોજિત શ્રીમદ ભાગવત કથામાં ભાજપમાં જોડાવાની અડકળો વચ્ચે રાત્રી ડાયરામાં હાજરી આપી હતી. આ પહેલા કથામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા. ત્યારે હવે હાર્દિક પણ આ ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે હાર્દિક ભાજપમાં સામેલ થવાની અટકળ પણ તેજ બની છે. જામનગરમાં આ કથાનું આયોજન રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન હકુભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું જેમાં હાર્દિક પટેલ સાથે જીતુ વાઘાણી, જયેશ રાદડીયા વાસણ આહિર અને ભરત બોઘરા પણ હાજર રહ્યા હતા.

આ સાથે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજિત કથામાં પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય કાંધલ જાડેજા, ધારાસભ્ય જયેશ રાદડિયા, ધારાસભ્ય વાસણભાઈ આહિર, સહીતના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. હાર્દિક પટેલ, કાંધલ જાડેજા, બિલ્ડર મેરામણ પરમાર, મનસુખ દેવાણીએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પર ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો. કિંજલ દવે અને કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં સેંકડો લોકો ઉપસ્થિત જોવા મળ્યા. જોકે હાર્દિક અને ભાજપના નેતાઓ એક મંચ પર દેખાતા સૌની નજર ત્યાં જ ચોંટી હતી.

પાટીદાર નેતા હાર્દીક પટેલ હાલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે. તેમણે ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ વિરુદ્ધ પ્રશ્નો ઉઠાવ્યા છે. જ્યારે ભાજપના તેમણે ભરપેટ વખાણ કર્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ હાર્દિક પટેલના વખાણ કર્યા છે. પાટીલે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો ભાજપની વિચારધારાથી પ્રભાવિત છે. હાર્દિક પટેલે ભાજપ અંગે જે વાત કરી તે વાત કરવાની કોઈની હિંમત નથી તેમ છતાં હાર્દિક પટેલે ભાજપ અંગે વાત કરી છે. આજે અન્ય લોકો જે વાત કહી નથી શકતા તેઓ પણ ભાજપથી પ્રભાવિત થયા જ છે.

ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા આયોજિત કથાને લઈને રાતે યોજોયેલા લોકડાયરામાં અનેક રાજકીય નેતાઓની એક સાથે હાજરી ચર્ચાનો વિષય બની છે. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય કાંધલ જાડેજા, ધારાસભ્ય જયેશ રાદડિયા, ધારાસભ્ય વાસણભાઈ આહિર, સહીતના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. હાર્દિક પટેલ, કાંધલ જાડેજા, બિલ્ડર મેરામણ પરમાર, મનસુખ દેવાણીએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પર ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો. કિંજલ દવે અને કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં લાખો લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.