Abtak Media Google News

જીલ્લા કક્ષાએ 53 ગોલ્ડ, 42 સિલ્વર, 41 બ્રોન્ઝ સહિત 136 મેડલ્સ

યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ , રાજકોટ છેલ્લા 11 વર્ષથી દીવ્યાંગોના રમતગમતમાં રહેલા કૌશલ્યને ક્ષેત્રિય , રાજ્ય , રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઇ જવાના કામ સાથે સંકળાયેલ છે તેમ જ રાજ્ય સરકારના દીવ્યાંગોના ખેલમહાકુંભના આયોજનમાં તેમ જ પેરાલીમ્પીક્સ માટે રાજકોટ અને મોરબી જીલ્લાના સંયોજક તરીકેની કામગીરી બજાવી રહ્યા છે.

1652085602038

તાજેતરમાં  સૌરષ્ટ્ર યુનિવર્સીટી ગ્રાઉન્ડ , રાજકોટ ખાતે રાજ્યસરકાર દ્વારા રાજકોટ જીલ્લોનો ઓર્થોપેડીક ( લોકોમોટર ડિસએબીલીટી ) ખેલ મહાકુંભ યોજાયેલ હતો . જેમાં સંસ્થાના 132 દીવ્યાંગોએ ભાગ લીધેલ હતો .  આ ખેલ મહાકુંભમા પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવતા સંસ્થાના દિવ્યાંગ ભાઈ બેહનોએ 53 ગોલ્ડ , 42 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ મેળવેલ છે .

રમતો અંતર્ગત 100 મી દોડમાં 5 મેડલ , લાંબી કુદમાં 10 મેડલ , ચક્રફેકમાં 42 મેડલ , ભાલાફેકમાં 34 મેડલ , ગોળાફેકમાં 31 મેડલ , વ્હીલચેર હર્ડલમા 7 મેડલ અને 6 મેડલ ટ્રાયસિકલ રેસમાં મળેલ છે . વિકલાંગતાની કેટેગરી અનુસાર એ કેટેગરીમાં 22 મેડલ , બી કેટેગરીમાં 42 મેડલ , સી કેટેગરીમાં 31 મેડલ અને ડી કેટેગરીમાં 41 મેડલ મેળવેલા છે . ઉમરની કેટેગરી અનુસાર 16 વર્ષથી નીચેમાં 7 મેડલ , 16 થી 35 વર્ષની કેટેગરીમાં 61 મેડલ અને 35 વર્ષથી ઉપરની કેગરીમાં 68 મેડલ મેળવેલ છે . કુલ વિકલાંગ ભાઈઓએ 84 અને વિકલાંગ બેહનોએ પર મેડલ મેળવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.