Abtak Media Google News

સ્વિમિંગ, બેડમિન્ટન, એથ્લેટીકસ, ઘોડેશ્ર્વારી, વેઈટલીફટીંગ, રેસલિંગ, ફૂટબોલમાં રાજકોટ જિલ્લાનાં 70 હજારથી વધુ ખેલાડીઓએ કૌવત દેખાડયું

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યના ખેલાડીઓને વિવિધ રમતોમાં પ્લેટફોર્મ મળી રહે અને રાજ્યમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે યુવા પ્રતિભાઓ બહાર આવે તે હેતુથી વર્ષ 2010 માં ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

1654757022140

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભની 11 મી શૃંખલા અંતર્ગત વર્ષ 2021 – ખેલ મહાકુંભમાં રાજકોટ શહેર અને જિલ્લામાંથી 70 હજારથી વધુ ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે પૈકી 60 હજાર થી વધુ સ્પર્ધકો તથા શાળાના વિદ્યાર્થિઓએ ભાગ લઈ વિવિધ રમત ક્ષેત્રે આગળ આવ્યા છે.રમત ગમત અધિકારી   વી.પી. જાડેજાના જણાવ્યા મુજબ ખેલ મહાકુંભમાં ખેલાડીની ઉમર તેમજ શાળા, ઝોન, તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ એટલેટિક્સ, ખોખો, વોલીબોલ, કબડ્ડી, ટંગ ઓફ વોર, યોગાસન, બેડમિન્ટન, ફૂટબોલ, હોકી, હેન્ડબોલ, જુડો, કરાટે, ટેકવોન્ડો  સહિતની ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 38,957 પુરુષો તેમજ 31,388 મહિલા સ્પર્ધકો સહીત કુલ 70345 ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.

1654757022116

રાજકોટના સ્પર્ધકોએ તરણ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ વિવિધ મેડલ્સ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું છે. જેમાં રિપ્સા જાની સ્વિમિંગમાં સ્ટેટ લેવલે 50 મી. ગોલ્ડ અને 100 મી. માં સિલ્વર, મૈત્રી જોશી બેક સ્ટ્રોક 50 મી. અને 100 મી. અને 200 મી. માં ગોલ્ડ, વિશ્વા પરમારે 100 મી. બટર ફ્લાય સ્ટ્રોકમાં સિલ્વર પ્રાપ્ત કર્યો છે. જયારે એબોવ 60 માં મીતાબેન ઓઝા, કિરણબેન ભટ્ટે તેમનું હીર ઝળકાવ્યું છે.વેઈટ લિફ્ટિંગમાં અન્ડર 17 માં 89 કે.જી.માં ઓમ બોરીચાએ ગોલ્ડ મેડલ, સાહિલ સાગઠીયા બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે, જયારે રેસલિંગમાં ગોપી વ્યાસ અને મુસ્તાક દલને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે,જ્યારે પ્રણવ સોનારાને બોક્સીંગમાં બ્રોન્ઝ પ્રાપ્ત થયો છે.

1654757022124

જયારે રાજકોટ ખાતે આયોજિત બેડમિન્ટનની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પૂજા ઘોરૂ, હિતેશ દેસાઈ, તૃપ્તિ કોઠારી, જગદીશ ખોયાની, ભાવના વાછાણી રાજ્ય કક્ષાએ વિજેતા બન્યા છે.એથ્લેટિક્સમાં ઝાલા દિવ્યાનીબાએ 100 મી. 200 મી. અને 100*4 રીલે રેસમાં પ્રથમ નંબર મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યું છે.ઘોડેસ્વારીમાં માધવેન્દ્ર સિંહે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.  જયારે ફૂટબોલમાં મહિલા ટિમ રાજ્ય કક્ષાએ ત્રીજા નંબરનુ સ્થાન પ્રાપ્ત કરી રમત ગમત ક્ષેત્રે રાજકોટની પ્રતિભા ઝળકી હોવાનું   જાડેજાએ ખુશી સાથે જણાવ્યું છે.

ગ્રામ્ય, તાલુકા, જીલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં રમતગમતના વાતાવરણનું નિર્માણ કરી વિધ્યાર્થીઓ, યુવક-યુવતીઓ, પુરુષો અને મહિલાઓ તેમજ સિનિયર સિટીજન વગેરેને વિવિધ રમતગમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશને ખેલ મહાકુંભ સારી રીતે સાર્થક કરી રહ્યો છે.કહેવાય છે રાજકોટ શહેર રંગીલું અને મોજીલું છે. અહીંના વિદ્યાર્થીઓ માત્ર ભણવા ગણવામાં જ અવ્વ્લ આવે છે તેવું નથી પરંતુ ખેલ કૂદમાં પણ તેઓએ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરી અનેક મેડલ્સ મેળવી રાજકોટને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે. આવનારા સમયમાં રાજકોટના ખેલાડીઓ ભારત દેશનું નામ રોશન કરશે તેમ ચોક્કસ કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.