Abtak Media Google News

વલ્લભીપુરના શખ્સે સાઢુ ભાઈ ના ઘરે આવી પુત્રીની ઉંમરની માસૂમ પર આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં રહેતી 16 વર્ષની સગીરા પર તેના જ સગા માસાએ ઘરમાં ઘૂસી બળાત્કાર ગુજાર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સગીરા પર ફેબ્રુઆરી માસમા શારીરિક અત્યાચાર થયો હતો, પરંતુ તરુણી ધોરણ 10માં અભ્યાસ કરતી હોવાથી પરિવારે ફરિયાદ નોંધાવી નહોતી જ્યારે અંતે ગઈકાલે ફરિયાદ નોંધાતા પોલીસે વલ્લભીપુરના નરાધમ સામે ગુનો ધરપકડની કાર્યવાહી હાથધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ મહિલા પોલીસમથકમાં સગીરાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે આરોપી તેના સગા માસા ધીરૂ બીજલ વેગડ (ઉ.વ.50)નું નામ આપ્યું હતું. સગીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના માસા અવારનવાર તેના ઘરે આવતા હતા અને એક વાર તેને ઘરમાં એકાંત મળતા ધીરૂએ સગીરાનો હાથ પકડી છેડતી કરી હતી, સગીરાએ પ્રતિકાર કરતા માસા ધીરૂ ઉશ્કેરાયો હતો અને જો આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બે વખત છેડતી કર્યા બાદ માસા ધીરૂએ ગત ફેબ્રુઆરી મહિનામાં સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે ધીરૂએ બળજબરી કરી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, ઘટનાથી સગીરા ભાંગી પડી હતી અને તેની માતા ઘરે આવી ત્યારે સગીરાએ સમગ્ર ઘટના વર્ણવી હતી.
બળાત્કારની ઘટના જાણી તેના માતા પિતા સ્તબ્ધ થઇ ગયા હતા. જે તે સમયે સગીરા અને તેની માતા સહિતના પરિવારજનો મહિલા પોલીસમથકે પહોંચ્યા હતા અને ધીરૂના કરતૂતોની જાણ કરી હતી, પરંતુ ફરિયાદ નોંધાવી ન હતી. સગીરા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને માર્ચ મહિનામાં તેની બોર્ડની પરીક્ષા હતી,જેથી કાનૂની કાર્યવાહી ના કારણે સગીરાના ભણતર પર અસર પાડતી હોવાથી પરિવારે મંગળવારે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ધીરૂ સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.