Abtak Media Google News

તમામ 22 આરોગ્ય કેન્દ્ર, સિવિલ  અને પદ્મકુવારબા હોસ્પિટલ ખાતે બીજો ડોઝ તથા પ્રિકોશન ડોઝ અપાશેટ

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આવતીકાલે  રવિવારના રોજ કોવિડ વેકસીનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.તેવી જાહેરાત

મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિ. કમિશનર અને આરોગ્ય સમિતિ ચેરમેન દ્રારા કરવામાં આવી છે.

કોરોના વેકસીન લેવામાં બાકી રહેલા નાગરિકોને મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાએ અપીલ કરી છે.

મહાપાલિકા સંચાલિત 22 આરોગ્ય કેન્દ્ર તથા સિવિલ હોસ્પિટલ અને પદ્મકુવારબા હોસ્પિટલ ખાતે સવારે 8 થી સાંજે 7  સુધી 12 વર્ષથી ઉપરના તમામ લાભાર્થીઓને કોવિડ રસીનો બીજો ડોઝ તથા 60 વર્ષથી ઉપરના અને હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કર  માટે પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.