Abtak Media Google News

આજની યુવા પેઢી પ્રેમ લગ્ન તરફ વળી રહી છે પરંતુ પ્રેમ લગ્નમાં સજા શું પરિવાર ભોગવે ? આવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાં બની છે જેમાં પુત્રએ પ્રેમ લગ્ન કર્યા પરંતુ પિતા તેમાં મૃત્યુ પામ્યા હતા. આ ઘટના સુરેન્દ્રનગરના સડલા ગામમાંની છે જ્યાં અમિત બાવળિયા નામના યુવાને 20 દિવસ પહેલા એક યુવતી સાથે પ્રમલગ્ન કર્યા હતા. આ અંગે અમિતના પિતા દેવજીભાઈને પૂછપરછ માટે પોલીસ ઉઠાવી ગઈ હતી. બાદમાં તેનો મૃતદેહ પાછો આપતા પરિવાર રોષે ભરાયો હતો. દેવજીભાઈના મૃતદેહનું સુરેન્દ્રનગર પીએમ કરાવ્યું હતું.

Screenshot 5 14

દેવજીભાઈનું પોસ્ટમોટમ સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું પરંતુ પરિવારને તેનાથી સંતોષ ન થતાં પરિવાર રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં આવ્યું હતું. જોકે આજે પરિવાર દેવજીભાઈની હત્યા પોલીસે કરી હોવાના આક્ષેપ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધરણા પર બેસી ગયા છે. તેમજ જ્યાં સુધી જવાબદાર પોલીસ સામે ફરિયાદ દાખલ નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

Screenshot 4 21

દેવજીભાઈના પરિવાર સાથે વધુ 40 લોકો સિવિલ હોસ્પિટલ ખાતે ધારણા પર બેસી ગયા હતા. આ ઘટના અંગેની જાણ થતાં સિવિલ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ મામલે ભાજપના પૂર્વ મંત્રી અને જસદણ-વીંછિયાના ધારાસભ્ય કુંવરજી બાવળિયા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિવારને મળી સાંત્વના પાઠવી હતી.

દેવજીભાઈના પુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે મેં 20 દિવસ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. એની પૂછપરછ અંગે પોલીસ મારા પિતા અને મારા મિત્ર કુકાને અપહરણ કરી લઈ ગયા હતા. આખો દિવસ મારા પિતાને ટોર્ચર કર્યા હતા. છેલ્લે મારા પિતાનો મૃતદેહ મૂળી હોસ્પિટલ મુકીને બધા ભાગી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.