Abtak Media Google News

લગભગ બે વર્ષથી ધુમ-૪ના સ્ટાર કાસ્ટ વિશેની ચર્ચા કરવામાં આવી રહી છે. આ અંગે ઘણા બધા એક્ટરોના નામ ચર્ચામાં આવી ચુક્યા છે. પરંતુ હવે બોલીવુડના સુત્રો અનુસાર આ ફિલ્મ માટે શાહરુખ ખાનનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે.સલમાન ખાન ૨૦૧૮ની ઇદમાં રેસ ફિલ્મ લઇને આવી રહ્યા છે. જેમાં તે નેગેટિવ પાત્ર કરી રહ્યો છે. આથી જો સલમાન ખાન ધૂમમાં નેગેટિવ પાત્ર કરે તો નવાઇ નહી. પરંતુ આ ફિલ્મમાં વિલન માટે શાહરુખનુ નામ હવે ચર્ચાય રહ્યુ છે.

સુત્રો અનુસાર માનીએ તો આદિત્ય ચોપડાએ મનિષ શર્માને ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવા કહ્યુ છે. ધૂમ-૪ના નિર્દેશક વિજય કૃષ્ણા આચાર્ય ઠગસ ઓફ હિન્દુસ્તાનની શૂટિંગમાં વ્યસ્ત છે. આથી ધૂમ-૪નું નિર્દેશન મનીષ શર્મા કરે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.