Abtak Media Google News

પગમાં ઝણઝણાટી થવી,  ખાલી ચડવી સહિતના ચિન્હો હાઈ કોલેસ્ટ્રોલના

લોકો પોતાના સ્વાસ્થ્યને લઈ જે રીતે ગંભીર હોવા જોઈએ તે જોવા મળતા નથી અને પોતાના રેગ્યુલર ચેક-અપ માટે પણ તેઓ જાગૃત નથી જેના કારણે લોકોએ અનેકવિધ ગંભીર બીમારીથી પીડાઓ પડે છે અથવા તો કહી શકાય કે પોતાના શરીરમાં સહેજ પણ બદલાવ આવ્યો હોવા છતાં લોકો તેને નજર અંદાજ કરતા હોય છે જે ખરા અર્થમાં લાંબા ગાળા માટે ખૂબ મોટું જોખમ પણ ઊભું કરી શકે છે ત્યારે લોકોએ પોતાના શરીરમાં થતાં ઝીણાં એવા બદલાવને પણ ગંભીરતાથી લેવું જોઇએ અને યોગ્ય નિદાન હાથ ધરવું જોઈએ.

જી હા કોલેસ્ટ્રોલમાં પણ લોકો એ પણ ગંભીરતા દાખવતા નથી અથવા તો ઘણાખરાએ માં ચિન્હો પોતાને અનુભવ થતા હોવાથી પણ લોકો જાગૃત બનતા નથી. સાઇલન્ટ કિલર તરીકે ઓળખાતા કોલેસ્ટ્રોલ લોકોના સ્વાસ્થ્યને કુલ ગંભીરતાથી અસર પહોંચાડે છે. એટલું જ નહીં જે લોકોના પગમાં ઝણઝણાટી થતી હોય, પગ ઠંડા પડી જવા, મા દુખાવો થવો, પગના કલરમાં બદલાવ આવો, નસ ચડી જવી સહિતના પ્રશ્નો હાઈ કોલેસ્ટ્રોલ ના ચિન્હો છે. લોકોએ ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ અને ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ જેથી લોકો હોય પણ ગંભીર બિમારીથી દૂર રહી શકે છે.

કોલેસ્ટ્રોલના મુદ્દે ડોક્ટરોનું માનવું છે કે જ્યાં સુધી લોકો પોતા પર સ્ટ્રેસ નુ ભારણ રાખશે વ્યાસ સુધી સાઇલેન્ટ કિલર કોલેસ્ટ્રોલ તેમના માટે સતત અને સતત જોખમ ઊભું કરશે બીજી તરફ લોકોની જીવનશૈલીમાં જે રીતે બદલાવ આવ્યો છે તે પણ ક્યાંક ને ક્યાંક કોલેસ્ટ્રોલ વધારવા માટે મહત્વપૂર્ણ કારણ સાબિત થયું છે.

અમિત ઊંઘ ન આવી અને ખોરાકમાં પણ અનિયમિતતા કોલેસ્ટ્રોલ થવા માટે પ્રબળ દાવેદાર છે. એટલુંજ નહીં  લોકો જો તેમની જીવનશૈલીમાં બદલાવ લાવે અને એક યોગ્ય ડાયટ પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધે તો તેઓ કોલેસ્ટ્રોલથી બચી શકે છે પરંતુ સાથોસાથ પોતાના મનમાં સહેજ પણ બદલાવ જો આવે તો વગર વિચાર્યે ડોક્ટરનો સંપર્ક સાધવો એટલો જ જરૂરી છે લોકોએ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ.

ખરેખર આ લોકોના પગમાં દુખાવો થવાથી તેઓ તેને નજરઅંદાજ કરતા હોય છે પરંતુ તેમને એ વાતનો ખ્યાલ સહેજ પણ હોતો નથી કે તેમના દ્વારા જે મુદ્દાને નજર અંદાજ કરવામાં આવી રહ્યો છે તે ભવિષ્ય માટે સૌથી મોટું જોખમ પણ ઊભું કરી શકે છે ત્યારે સતત ડોક્ટરો દ્વારા લોકોને જ અપીલ કરવામાં આવતી હોય છે કે તેઓ તેમનું નિયમિત ચેક-અપ કરાવે અને પોતે સ્વસ્થ રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.