Abtak Media Google News

અમરેલી -લાઠી માર્ગ પર આવેલ વરસડા  ગામ પાસેથી એલસીબીએ આઇસર ટ્રકમાં ભુસાની આડમાં છુપાવેલો રૂ.રપ. 81 લાખની કીંમતનો  64ર0 બોટલ વીદેશી દારુ સાથે  ચાલકની ધરપકડ કરી દારુ અને વાહન મળી 33. 87 લાખનો મુદામાલ કબજે કરી દારુનાં મુળ સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે. અમરેલીનાં  તત્કાલીન એસપી નિર્લીપ્ત રાયની બદલી થતા બુટલેગરો સક્રીય થયા હોવાનો નવ નીયુકત એસપી હીમકરસીંહ ને મળેલી માહીતીનાં આધારે એલસીબીનાં ઇન્ચાર્જ પીઆઇ  આર.કે. કરમટા  સહીતનાં સ્ટાફ પેટ્રોલ હાથ ધર્યુ હતુ.

અમરેલી – લાઠી માર્ગ પર આવેલા વરસલા ગામ નજીક   વોચ દરમ્યાન પુરપાટ ઝડપે આવતા જીજે 6  બીટી 81 રપ નંબરનાં ટ્રકમાં વીદેશી દારુનો જથ્થો આવી રહયાની મળેલી બાતમીનાં  આધારે  ટ્રકને અટકાવી તલાસી લેતા જેમાં ભુસાની આડમાં છુપાવેલો રૂ.રપ.81 લાખની કીંમતનો 64ર0 વીદેશી દારુની બોટલ સાથે ટ્રકનાં  ચાલક પ્રકાશ રતન ડાંગી ની ધરપકડ કરી ટ્રક અને દારુ મળી રૂ.33.87 લાખનો મુદામાલ કબજે કર્યો  છે.

ઝડપાયેલ ટ્રક ચાલક પ્રકાશ ડાંગીની પુછપરછ  હાથ ધરી આ દારુનો જથ્થો કોણે મોકલ્યો અને કોને ડીલવરી કરવાની હતી તે મુદે રીમાન્ડ મેળવવા અમરેલી તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે તજવીજ હાથ  ધરી  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.