Abtak Media Google News

કાર અને બાઇકમાં આવેલા શખ્સોએ વેપારીને પછાડી રોકડ રૂપિયા 3 લાખ લૂંટી ફરાર

કેશોદમાં ખોળ કપાસિયાનો હોલસેલ વેપાર કરતા વેપારી ગઈકાલ મોડી રાતે દરસાલી રોડ પર પસાર થતાં હતા ત્યારે કેટલાક ઈસમોએ અકસ્માત સર્જીને ફિલ્મી ઢબે ત્રણ લાખ રોકડ ભરેલો થેલો લૂંટી ને નાસી જતા સનસનાટી મચી જવા પામી છે.જેમાં પોલીસે વેપારીની ફરિયાદ પરથી અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગે બનાવની મળતી માહિતી મુજબ કેશોદમાં પાંજરાપોળ વિસ્તારમાં કેશવ ગ્રુપ નામે ખોળ કપાસિયાનો હોલસેલ વેપાર કરતાં નિખિલકુમાર કેશવજીભાઇ રાયચડાએ જણાવ્યું હતું કે તેઓ દર મંગળવારે માધવપુર શીલ ગામે ધંધાના કામ છે જાય છે ક્યારે આજે ત્યાંથી પરત ફરીને કેશોદ આવતા હતા ત્યારે રાતના આઠેક વાગ્યાના અરસામાં કેશોદ નજીક દરશાલી રોડ ઉપર પાછળથી કોઈ કારચાલકે તેને ઠોકર મારી પછાડી દીધેલ અને તે અરસામાં એક બાઇક ઉપર આવેલા બે શખ્સોએ તેમના ગળામાંથી થેલો આચકી ને નાસી ગયા હતા. આ અંગેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફ્લો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માતમાં ઇજા થયેલ નિખિલ કુમારને સારવાર માટે કેશોદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

તેમણે જણાવ્યું કે ધંધાના આવેલા ત્રણ લાખ રૂપિયા રોકડા તેમજ ચેકબુક અને મોબાઈલ સહિતની વસ્તુઓ તેમના થેલામાંથી લૂંટારૂઓએ લૂંટ કરીને નાસી ગયા છે આ અંગે પોલીસે તેમની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.