Abtak Media Google News

દેવદર્શને નિકળેલા સુરતના પરિવારને નડયો અકસ્માત: 14 ઘાયલ

સાયલા તાલુકાના ગોસળ ગામ પાસે ઈનોવા કારનું ટાયર ફાટતા પેસેન્જર વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દેવદર્શન કરવા નીકળેલા સુરતના બે પરિવાર અકસ્માત નડયો હતો. ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને 14 જેટલા વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સાયલા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરાયા હતા.

સુરતના બે પરિવારના સભ્યો પેસેન્જર વાહનમાં દેવદર્શન કરવા ગયો હતો. સારંગપુર, ગઢડા, ચોટીલા દેવ દર્શન કર્યા બાદ રવિવારે સુરત તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે સાયલા તાલુકાના ગોસળ ગામ પાસે એક ઈનોવાનું ટાયર ફાટતા તેમનું વાહન તે કાર સાથે ટકરાયું હતું અને અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં અક્ષિતભાઈ કિરીટભાઈ રૂપારેલીયા (રહે. જુનાગઢ, ઉં.વ. 21)નું મોત થયું હતું. જ્યારે નાના બાળકો, મહિલાઓ સહિત 14 જેટલા વ્યક્તિઓને માથાના ભાગે ઈજાઓ અને હાથે- પગે ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં સાયલા, મુળી, ડોળિયા સહિતની 108 એમ્બ્યૂલન્સ વાન પહોંચી ગઈ હતી અને 14 જેટલા ઈજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલ ખાસે લઈ જવાયા હતા. અહીં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટના બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે સાયલા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના પરિવારને જાણ કર્યા બાદ ડેડબોડીનું સાયલા હોસ્પિટલ ખાતે પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.