Abtak Media Google News

જનરલ કેટેગરીમાં કટઓફ સ્કોર 275 રહ્યો ગુજરાતના ઘણા વિધાર્થીઓ ટોપ 1 હજારમાં આવ્યા

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આજે પીજી મેડિકલ નીટનું પરિણામ જાહેર કરી દેવાયુ છે.જેમાં જનરલ કેટેગરીમાં કટઓફ સ્કોર 275 રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે કટ ઓફ સ્કોર ઘણો નીચે ગયો છે.ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ ટોપ 1000 રેન્કમાં આવ્યા છે.

પીજી મેડિકલ પ્રવેશ માટે ગત 21મી મેના રોજ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા પીજી -નીટ લેવામા આવી હતી. જેનું પરિણામ 20મી જુન સુધી જાહેર થનાર હતુ પરંતુ એનબીઈ દ્વારા 20 દિવસ વહેલુ આજે 1લી જુનના રોજ પરિણામ જાહેર કરી દેવાયુ છે. એનબીઈ દ્વારા જાહેર કરાયેલ કટ ઓફ સ્કોર મુજબ જનરલ-ઈડબલ્યુ એસ કેટેગરીમાં 50 પર્સેન્ટાઈલ એલિજિબિલિટી ક્રાઈટેરિયામાં 275 કટ ઓફ સ્કોર છે જ્યારે એસસી,એસટી અને ઓબીસીમાં 40 પર્સન્ટાઈલ એલિજિબિલિટીમાં 245 અને અનરિઝર્વ પીડબલ્યુ કેટેગરીમાં 45 પર્સેન્ટાઈલ એલિજિબિલિટીમાં 260 કટ ઓફ સ્કોર રહ્યો છે.

ગત વર્ષે 2021માં જનરલ કેટેગરીમાં 302 અને અનામત કેટેગરીમાં 265 કટઓફ હતો જ્યારે 2020માં અનુક્રમે 366 અને 319 તેમજ 2019માં 340 અને 295 કટ ઓફ સ્કોર રહ્યો હતો .આમ છેલ્લા ત્રણ વર્ષ બાદ આ વર્ષે કટ ઓફ સ્કોર ઘણો નીચો રહ્યો છે. આ વર્ષે પરિણામ ઘણું નીચુ રહ્યુ છે અને અમદવાદ સહિત ગુજરાતના ઘણા વિદ્યાર્થી  દેશના ટોપ 1000 રેન્કમાં આવ્યા છે.જેમાં બી.જે મેડિકલ કોલેજનો એક વિદ્યાર્થી 300મા રેન્કમાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.