Abtak Media Google News

બે દિવસના ઉકેલ નહી આવે તો જી. પં સભ્ય રાદડીયા દ્વારા આંદોલન કરાશે

જસદણ તાલુકાના વિરનગર નાં અગ્રણી અને રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય દક્ષાબેન પરેશભાઈ રાદડીયાએ જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર, પ્રાંત અધિકારી સહિતનાને કરેલી લેખિત રજૂઆત મુજબ જસદણ તાલુકા પંચાયતમાં છેલ્લા 15 દિવસથી જાતી , આવક ક્રિમીનલના દાખલા કાઢી આપવા માટે વિધાર્થીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે તા.પં. કચેરીમાં વિધાર્થીઓ માટે પીવાના પાણી , બેસવા માટે બાકડા અને ઉનાળાના સમયમાં પંખાની કોઈ વ્યવસ્થા ટી.ડી.ઓ.જસદણ દ્વારા કરી આપવામાં આવતી નથી .

તાજેતરમાં અમોએ તા.પં.જસદણની મુલાકાત લીધી હતી જે સમય દરમ્યાન વિધાર્થી – વિધાર્થીનીઓ અંદાજે 100 થી વધુ સંખ્યામાં લાઈનમાં ઉભા છે છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વહેલી સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીના સમય દરમ્યાન ટીકીટ ભાડા ખચીને વિધાર્થી – વાલીઓ તાલુકા પંચાયતમાં દાખલા કઢાવવા આવે છે જે પાછળ અંદાજે 500 રૂપિયા જેવો ખર્ચ થાય છે , દાખલા કાઢવા માટે એક જ ઓપરેટરના કારણે વિધાર્થીઓને જે તે દિવસે દાખલા મળતા નથી અને બીજા દિવસે દાખલા માટે તા.પં.કચેરી ખાતે ગ્રામ્ય વિસ્તાર માંથી ધકકો થાય છે .

વિધાર્થીઓને શાળામાં એડમીશન માટે ફી માફી સહીતની બાબતોને ધ્યાનમાં લઈ આવક , જાતી અને ક્રિમીનલના દાખલાની ખાસ જરૂરીયાત રહે છે ત્યારે તા.પં.માં એક માત્ર ઓપરેટરથી કામગીરી ચલાવવામાં આવે છે જે યોગ્ય નથી જેથી એક વધારે ઓપરેટર મુકી વિધાર્થીઓને જાતી , આવક સહીતના દાખલાઓ મળે અને તા.પં.માં બેસવા માટે બાકડા , ઉનાળાના સમયમાં ઠંડા પાણી અને લોબીમાં પંખાની સુવિધા મળે તેવી કાર્યવાહી દિ .2 માં કરવામાં નહી આવે તો પ્રાંત કચેરીમાં ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. વધુમાં જણાવવાનું કે આવકના દાખલા ગ્રામ પંચાયતના તલાટીઓને આપવાના અધિકારો સુપ્રત કરવામાં આવ્યા છે તેમ છતાં એક પણ ગ્રામ પંચાયતના તલાટીઓ આવકના દાખલા કાઢી આપતા નથી કે ખરા સમયે ગ્રામ પંચાયત કચેરીઓમાં નિયમીત હાજરી આપતા નથી જેથી તમામ તલાટીઓ ગ્રામ પંચાયત કચેરીમાં સતત હાજર રહે તેવી પણ વ્યવસ્થા થાય તેવી કાર્યવાહી કરવા અંતમાં જિલ્લા પંચાયતના સભ્ય દક્ષાબેન પરેશભાઈ રાદડીયા દ્વારા માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.