Abtak Media Google News

રામપરા -2 ગામના લોકોનો હલ્લાબોલ દરીયાઈ પાણીના પ્રોટેક્શન પાળાનું કામ અટકાવાયું

રાજુલા સ્થિત પીપાવાવ પોર્ટ સતત વિવાદોમાં રહેલું છે અગાઉ ગૌચરનો દબાણ પ્રશ્ન હોય કે ચેરના વૃક્ષોનું નિકંદન હોય કે પછી પર્યાવરણના શરતોનું પાલન હોય  પીપાવાવ પોર્ટ સતત કાયદાઓની એસી કિ તેસી કરી અને પોલીસને અને સરકારી તંત્ર ને સાચવીને પોતાની મનમાની કરી રહેલ છે જો લોકો  ખોટા કામો અટકાવવા જાય તો પોલીસને આગળ કરીને પોતાની મનમાની કરી લે છે.

Advertisement

આવો જ એક બનાવ આજરોજ બનવા પામેલ છે જેમાં પીપાવાવ પોર્ટ દ્વારા ભારત ગેસ કંપનીને ભાડાપટ્ટે આપેલી જમીન ભારત ગેસ દ્વારા એજિસ ગેસ કંપનીને ભાડાપટ્ટે આપેલી છે જેમાં પણ શરત ભંગ થયેલ છે જે એક અલગ જ મુદ્દો છે. આ એજિસ ગેસ કંપની ની નવી પાઇપલાઇન નાખવા માટે સમુદ્ર કિનારે  પાળો મોટા મોટા પથ્થરો નાખી વધારી રહેલ છે.

આ અંગેની જાણ દિવલો વિસ્તારમાં જે રામપરા2 ગામનો એક વિસ્તાર છે   ત્યાંના લોકો ને જાણ થઈ જેથી આ વિસ્તારના લોકો દ્વારા  દિવલો વિસ્તારના લોકો દ્વારા દિવલો વિસ્તારમાં પણ પ્રોટેકશન પાળો બનાવવા જણાવ્યું જે પ્રોટેક્શન પાળા ની માટી અગાઉ પીપાવાવ પોર્ટ દ્વારા કાઢી નાખેલા અને દરિયાઇ પાળા ને નુકશાન કરેલ ત્યાર બાદ વાવાઝોડામાં  દિવલો વિસ્તાર ના પ્રોટેકશન પાળો ને ખૂબ જ નુકસાન થયેલા માટી કાઢવાની ફરિયાદ પણ અગાઉ થયેલી. પરંતુ પીપાવાવ પોર્ટ દ્વારા આ વિસ્તારની ઓપોઝિટ સાઈડ પર મોટા મોટા પથ્થરો રાખીને વાવાઝોડાની આડમાં દરિયામાં પુરાણ કરીને તેમજ સીઆરઝેડ કાયદાઓનું ઉલ્લંઘન કરીને દરિયાઇ પાળો મોટા પ્રમાણમાં વધારી રહેલ છે અને આ દરિયાઈ  પાળો પીપાવાવપોટ ની હદ પૂરી થઇ ગયા બાદ પણ વધારાના સમુદ્ર વિસ્તાર મા મોટા પ્રમાણમાં દબાણ કરી રહેલ છે.

જેના કારણે દિવલો વિસ્તાર  તરફ દરીયાઇ પાણીનું પ્રેશર વધે છે અને દીવાલો વિસ્તારમાં દરિયાઇ હાઈ ટાઇડ ભરતી સમયે દિવાલો વિસ્તાર બેટ માં ફેરવાઈ જાય છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે. આ દિવલો વિસ્તાર જે રામપરા 2 ગામનો પરા વિસ્તાર છે  ત્યાં 80 જેટલા મકાનો આવેલા છે અને 500 જેટલા લોકો ત્યાં રહે છે આ દીવાલો વિસ્તારમાં રહેતા મોટાભાગના માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જેથી તેઓ જણાવે છે કે હાઈ તાઈડ સમયે પીપાવાવ પોર્ટ દ્વારા બનાવેલી દીવાલને કારણે પાણી ઘરોમાં ઘૂસી જાય છે અને હજુ તેઓ આ દીવાલને મોટા પ્રમાણમાં વધારી રહ્યા છે જેથી આ વિસ્તારના મકાનોમાં પાણી ઘુસી જતા હોય આ વિસ્તારમાં અત્યારે પણ રહેવું ખૂબ જ અઘરું છે તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી હિજરત કરવી પડે તેવી નોબત આવે તેમ છે આ વિસ્તારના લોકોએ એવું જણાવ્યું છે કે અહીં 70 વર્ષથી રહીએ છીએ પરંતુ પીપાવાવ પોર્ટ દ્વારા તેની હદ નિશાનની બહાર સુધી પૂર્ણ કરવાને કારણે પરંતુ તેની નિશાની બહાર સુધી પૂર્ણ કરવાને કારણે ચેર ના વૃક્ષો નો પણ નાશ પામે છે અને અમારે અમારી માછીમારીનો વ્યવસાય પણ બંધ કરવો પડશે જેથી અમોએ આ સઘળી હકીકત સરપંચ સનાભાઈ વાઘ ઉપસરપંચ ભગવાનભાઈ વાઘ તેમજ અરજણભાઈ વાઘને કરેલ અને આ સમગ્ર મામલો સૌ ભેગા મળીને ગઈ કાલે આ દરિયાઈ પાળો વધારવાની કામગીરી બંધ કરાવેલ છે.

આવા મુદ્દાઓને કારણે લોકોનો આક્રોશ થયેલ જેથી લોકોએ પોતાના હક માટે આજરોજ મોટી સંખ્યામાં એકઠા થઈને હિટાચી મશીન ડમ્ફર ની આડ માં જઈને કામ બંધ કરાવે છે અને જણાવેલ છે કે અમારી બાજુ ની પ્રોટેક્શન પાળો પહેલા બાંધવામાં આવે અને આ દીવાલ વધારવામાં બધા નિયમોનું પાલન કરવામાં આવે આજરોજ આ સમગ્ર પ્રશ્ન સરપંચ સનાભાઈ વાઘ ઉપસરપંચ ભગવાનભાઈ વાઘ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય  અરજણભાઈ વાઘ તથા મોટી સંખ્યામાં રામપરા 2 ના યુવાનો અને દીવલો  વિસ્તાર ના ભાઈઓ અને બહેનો જોડાયેલા હતા જોઈએ હવે આવતા દિવસોમાં આગળ શું થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.