Abtak Media Google News
  • 21 વાહન ડિટેઈન, નશો કરી વાહન ચલાવતા ચાલક દંડાયા: રોમીયોગિરી કરતા 10 શખ્સોને કાયદાના પાઠ ભણાવ્યા
  • એસ.પી. રાહુલ ત્રિપાઠીની કામગીરીથી બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સુદ્રઢ બનાવવા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી શહેરમાં અને મોરબી જિલ્લાના દરેક પો. સ્ટે. વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારા અસામાજિક તત્વો તેમજ રોમિયોગીરી કરતા ઈસમો વિરુધ્ધ કડક ભાષામાં કાયદાનું ભાન કરાવવાની કાર્યવાહી સતત ચાલુ રાખેલ છે

મોરબી શહેર વિસ્તારમાં આવેલ સ્કૂલ કોલેજ, લેડીઝ હોસ્ટેલ તથા બસ સ્ટેન્ડ, કે જયાં છોકરીઓ, મહીલાઓ જતી આવતી હોય તે વિસ્તારમાં બિનજરૂરી મોટરસાયકલ લઇ આટાફેરા કરી રોમીયોગીરી કરતા 10 ઇસમોને પકડી તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે, રોડ રોમીયોગીરી નહી કરવા કડક ભાષામાં સુચના કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લાની ટ્રાફીક વ્યવસ્થાને વધુ સુચારૂ બનાવવા માટે વાહન ચાલકોને ટ્રાફીક નિયમનુ પાલન કરવા તેમજ તે અંગેની જરૂરી સુચના કરવામાં આવેલ છે, મોરબી જિલ્લા પોલીસ દ્વારા બેજવાબદારી તથા બેફીકરાઇથી વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધ વધુ કડક કાર્યવાહી કરેલ છે જેમાં ખટઅગઈ- 155 સમાધાન શુલ્ક રૂ. 71,800/- વસુલ કરી, તેમજ ખટઅ કલમ 207 મુજબ 21 વાહનો ડીટેઇન કરેલ છે. તથા કેફી દ્રવ્યના સેવન તળે વાહન ચલાવનાર વિરૂધ્ધ ખટઅ ક.185 મુજબ 03 કેસો તથા ઈંઙઈ 279,283 મુજબ જે વાહનો ટ્રાફીકને અડચણ રૂપ, ભયજનક રીતે પાર્ક કરેલ 09 વાહન ચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ઇન્ટરસેપ્ટરથી સ્પીડ ગન કેસ-10 કરી વાહન ચાલકોને હાઇવે રોડ ઉપર સીટબેલ્ટ તથા હેલ્મેટ પહેરી પોતાની તથા પોતાના પરીવારની જવાબદારી માટે સુરક્ષીત વાહન ચલાવવા અંગે અપીલ કરવામાં આવેલ છે. તેમજ વાહન ચાલકોને વાહન પાર્કીંગ બાબતે તેમજ વાહન પાર્કીંગ વખતે વાહન વ્યસ્થિત લોક કરવુ, વાહનોની નંબર પ્લેટ અવશ્ય લગાવી, તથા આર.ટી.ઓ.ને લગતા કાગળો તથા ડીઝટલ સ્વરૂપમાં સાથે રાખવા તેમજ ટ્રાફીક નિયમન સુચારૂ બની રહે તે સારૂ લોકોને ટ્રાફીક નિયમો અંગે જાગૃત કરવામાં આવેલ છે.

જાહેર નાસ્તા, ખાણીપીણીની જગ્યા તથા ખાસ કરીને મહિલાઓ ખરીદી કરવા આવતી જતી હોય તેવી જગ્યાએ કારણ વગર બેસી રહેતા તથા આટાફેરા કરતા ઇસમોને આઇડેન્ટીફાઇ કરી તેઓ વિરૂધ્ધ જી.પી.એકટ કલમ 110 મુજબ કાયદેસર કાર્યવાહી કરી તેમજ બિનજરૂરી આવી જગ્યાએ બેસવા તથા આટાફેરા કરનારને સ્થળ ઉપર યોગ્ય કાયદાની ભાષામાં સલાહ આપવામાં આવેલ છે.

મોરબી જિલ્લામાં અવારનવાર ગુનામાં પકડાયેલ અને ટપોરીઓ પૈકી 10 ટપોરીઓને ફુટ પેટ્રોલીંગ દરમ્યાન ચેક કરી કોઇ પણ ગેરકાયદેસરની પ્રવૃતિ નહી કરવા કાયદાકીય કડક સુચના કરી હતી, જી.પી.એકટ મુજબ- 03 તથા પ્રોહી એકટ મુજબ 04 કેસો કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ બેંકો તથા ભીડભાડ વાળી જગ્યા તથા સોની બજાર, આંગડીયાપેઢીની ઓફીસો આજુબાજુ કોઇ અસામાજીક તત્વો દ્વારા ચીલઝડપ કે રોકડ રકમ ઝુટવી જવાના બનાવો ન બને તે માટે ખાનગીમાં પોલીસ સ્ટાફના માણસોનું સત્તત પેટ્રોલીંગ વધારી અણબનાવ બનતા અટકાવવામાં તથા શંકાસ્પદ હિલચાલ બાબતે પોલીસને જાણ કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ છે.

આમ, મોરબી જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારની વધુ કામગીરી ચાલુ રાખવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.