Abtak Media Google News

ચોથા લોકદરબારમાં 12 પ્રશ્ર્નોની રજુઆત: શાખા અધિકારીને ઉ5સ્થિત પ્રશ્ર્નોનો વ્હેલી તકે ઉકેલ લાવવા કડક સુચના

જિલ્લા પંચાયત સદન ખાતે જીલ્લાના પ્રશ્ર્નાના ઉકેલ માટે આજે લોક દરબાર યોજાયો હતો. લોકો પોતાના અને પોતાના વિસ્તારના પ્રશ્ર્નો સરળતાથી રજુ કરી શકે તે માટે જીલ્લા પંચાયત કચેરી ખાતે જીલ્લા પંચાયતના પ્રમુખ અને ટીમ દ્વારા લોક દરબાર યોજવાનું નકકી થયા મુજબ દર સોમવારે જીલ્લા પંચાયત ખાતે 11 થી 1ર લોક દરબાર યોજાઇ છે. એ અંતર્ગત આજરોજ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરના અઘ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો.

આજે યોજાયેલ લોક દરબારમાં જુદા જુદા વિભાગોના 1ર જેટલા પ્રશ્ર્નો રજુ થયા હતા. લોક દરબારમાં રજુ થયેલા પ્રશ્ર્નોમાં સિંચાઇને લગતા ર પ્રશ્ર્નો, બાંધામને લગતા 7 પ્રશ્ર્નો, પંચાયતને લગતા એક પ્રશ્ર્ન, વિકાસને લગતો 1 પ્રશ્ર્ન, ડિઝાસ્ટરને લગતા 1 એક, આરોગ્યનો લગતો એક પ્રશ્ર્ન અને મનરેગાને લગતો એક પ્રશ્ર્ન અરજદારો દ્વારા રજુ થયા હતા. આમ આજના લોક દરબારમાં અરજદારો દ્વારા 1ર જેટલા પ્રશ્ર્નો રજુ થયા હતા.

જિલ્લા પંચાયત ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ આ ચોથા લોકદરબારમાં રાજકોટ જીલ્લા પંચાયત વિસ્તારના અરજદારો દ્વારા રજુ કરાયેલા 1ર જેટલા લેખીત પ્રશ્ર્નોને જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર અને કારોબારી કમીટીના ચેરમેન સહદેવસિંહ જાડેજા અને ઉ5સ્થિત વિવિધ સમિતિઓના ચેરમેન તથા સભ્યોએ પ્રશ્ર્નો સાંભળ્યા હતા.

જિલ્લા પંચાયતના આ ચોથા લોકદરબારમાં અરજદારો રજુ કરેલા પોતાના વિસ્તારના પ્રાણ પ્રશ્ર્નોનું જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે જે તે શાખા અધિકારીને રુબરુ બોલાવી ઉ5સ્થિત રજુ થયેલા પ્રશ્ર્નો બાબતે વાકેફ કર્યા હતા અને શકય એટલા વહેલા સમયમાં આ પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા ખાસ સુચના આપી હતી.

જીલ્લા પંચાયત કચેરી ખાતે જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ લોક દરબારમાં જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લા પંચાયત વિસ્તારના લોકોના પ્રશ્ર્નોનું વહેલામાં વહેલું નિરાકરણ આવે એ માટે હવે તાલુકા કક્ષાએ આવો લોક દરબાર યોજવાનું આયોજન છે.

આગામી બુધવારે તા. 29 ના રોજ જસદણ- વિંછીયા તાલુકા માટે પ્રાંત ઓફીસે બપોરના 3 વાગ્યે લોક દરબાર યોજાશે. જેમાં ડો. ભરતભાઇ બોધરા, કુંવરજીભાઇ બાવળીયા, મોહનભાઇ કુંડારીયા, જિલ્લા વિકાસ અધિકારી, જે તે શાખા અધિકારી ઉ5સ્થ્તિ રહેશે અને આ વિસ્તારના પ્રશ્ર્નો સાંભળી વ્હેલામાં વ્હેલી તકે ઉકેલવાતા પ્રયત્નો હાથ ધરાશે.

જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલ આ ચોથા લોક દરબારમાં જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, ઉપપ્રમુખ સવિતાબેન નાથાભાઇ વાસાવી, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા,  જુદા જુદા સમીતીઓના ચેરમેન સદસ્યો અને તેમના પ્રતિનિધિઓ સર્વ વિરલભાઇ પનારા, મુકેશભાઇ તોગડીયા, ધર્મેન્દ્રભાઇ ટીલાળા, સંજયભાઇ રંગાણી, પરેશભાઇ રાદડીયા, સુજલબેન લુણાગરીયા, જેંતીભાઇ પાનસુરીયા, પી.જી. કયાડા જનકભાઇ ડોબરીયા, મોહનભાઇ દાફડા વિગેરે ઉ5સ્થિત રહયા હતા.

બુધવારે જસદણ-વિંછીયામાં યોજાશે લોકદરબાર

રાજકોટ જીલ્લા પંચાયત કચેરી ખાતે દર સોમવારે યોજાતા લોકદરબાર સંદર્ભે આજે ચોથો લોક દરબાર  યોજાયો હતો ત્યારે જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે ‘અબતક’ ને જણાવ્યું હતું કમે જીલ્લાના વિસ્તારના પ્રશ્ર્નો લોકો સરળતાથી રજુ કરી શકે એ માટે હવે તાલુકા કક્ષાએ લોક દરબાર યોજવાનું નકકી કરેલ છે તે અનુસંધાને આગામી તા. ર9 ને બુધવારે બપોરના 3 વાગ્યે જસદણ, વિંછીયા પ્રાંત કચેરી ખાતે તાલુકા કક્ષાનો લોક દરબાર યોજશે તેમાં ડો. ભરતભાઇ બોધરા, કુંવરજીભાઇ બાવળીયા, મોહનભાઇ કુંડારીયા, જિલ્લા વિકાસ અધિકારી જે તે શાળા અધિકારી અને વિવિધ સમીતીના ચેરમેનો ઉ5સ્થિત રહેશે અને પ્રશ્ર્નના પ્રશ્ર્નો સાંભળશે લોકોએ પોતાના વિસ્તારના પ્રશ્ર્નો વધુમાં વધુ રજુ કરવા જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.