Abtak Media Google News

ચેરમેન નવીનભાઈ શાહની અધ્યક્ષતામાં મળી બેન્કની 51મી સાધારણ સભા

સૌરાષ્ટ્રની નાગરિક સહકારી બેન્કોમાં અગ્રસ્થાને રહેલ ધી વેરાવળ મર્કન્ટાઈલ કોઓપરેટીવ બેન્ક લી., વેરાવળની 51મી વાર્ષિક સાધારણ સભા તા.26-06-2022 ને રવીવારના વેરાવળ મુકામે બેન્કના સભાસદોની વિશાળ હાજરી વચ્ચે ચેરમેન  નવીનભાઈ એચ. શાહના પ્રમુખ સ્થાને મળી હતી. જેમાં જોઈન્ટ મેનેજિંગ ડીરેકટર  ભાવનાબેન એ. શાહ, બેન્કના ડીરેકટરઓ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને શાખા સલાહકાર કમીટીના સભ્ય ઓ ઉપસ્થિત રહયા હતા.બેન્કના જોઈન્ટ મેનેજિંગ ડીરેકટર  ભાવનાબેન શાહ દ્વારા આમંત્રિતોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, ચેરમેન  નવીનભાઈ એચ. શાહના નિવેદનમાં જણાવવામાં આવેલ કે, પ્રગતિના પંથે મકકમતાથી આગળ વધી રહેલ આપની બેન્કે સતત બદલાતા જતા આર્થિક પ્રવાહો વચ્ચે સંતુલન જાળવીને આપની બેન્કે તમામ ક્ષેત્રે નકકર પ્રગતિ કરેલ છે. બેન્કે રૂ 639.04 કરોડની ડીપોઝીટ, રૂ 364.50 કરોડના ધીરાણ થકી રૂ 12.25 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.

Img 20220626 114203

બેન્કના રીઝર્વ રૂ 67 કરોડને આંબ્યા છે. તેઓએ બેન્કની પ્રગતિ અને બેન્કને આ સ્થાને સુધી પહોંચાડવાનો યશ સર્વે સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શુભેચ્છકો, બેન્કના કર્મચારી ગણ, સર્વે શાખા સલાહકાર કમીટીના સભ્યઓ અને સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સને આપેલ. સભાસદો દ્વારા સાધારણ સભામાં 2જુ થયેલ દરેક ઠરાવો સર્વાનુમતે મંજુર કરી બેન્કની કામગીરી અંગે સંતોષ વ્યકત કરેલ. ડીરેકટર જીતેન્દ્રકુમાર એ. હેમાણીએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યકત કરેલ હતો.સમગ્ર સભાનું સુરેખ અને સફળ સંચાલન ડીરેકટર   ડો. જતિન એમ. શાહ,  પ્રદિપભાઈ પી. શાહ તથા સી.ઈ.ઓ. અને જનરલ મેનેજર  અતુલ ડી. શાહ દ્વારા કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.