ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને વાહનો પર ડીલેવરી કરનારા લોકોને દેશવ્યાપી વીમા સુરક્ષા કવચની સરકારની વિચારણા
વેપાર ઉદ્યોગ અને બદલાઈ રહેલા યુગમાં વિવિધ પ્રકારના વ્યવસ્થાઓમાં પણ બદલાવ આવી રહ્યા છે, ત્યારે કામદારોના વીમા કવચ અને સુરક્ષા માટે પણ સરકાર પ્રતિબધ્ધ બની છે, જેવી રીતે વાહન ચાલકોના વીમા ની યોજનાઓ છે તેવી જ રીતે હવે વાહનો પર ડીલેવરી કરતા લોકો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટે કામ કરતા કામદારો માટે ટેક્સી ડ્રાઇવરો જેમ જ ફૂડ ડિલિવરી કરતા લોકો માટે વીમા ની સાથે સાથે પેન્શન જેવી સલામત આવક યોજના પણ બનાવવા માટે સરકારે વિચારણા હાથ ધરી છે, છેલ્લા કેટલાક સમયથી ઈ-કોમર્સ બીઝનેસ માં દિવસે દિવસે વધારો થતો જાય છે, ઓનલાઇન ડિલીવરી માટે મોટર સાયકલ પર ડીલેવરી કરતા લોકોનો એક મોટો વર્ગ ઊભો થયો છે ,ત્યારે ડ્રાઇવરની જેમ ઇ-કોમર્સના ફૂડ ડિલિવરી મેન માટે પણ વીમા સુરક્ષા કવચ સાથે-સાથે પેન્શન યોજના માટે સરકારે વિચારણા હાથ ધરી છે,
સરકાર અને ખાનગી ક્ષેત્ર ના સહયોગથી સામાજિક સુરક્ષા અધિનિયમ 2020 બે અન્વયે ટેક્સી ડ્રાઈવર ખોરાકના પાર્સલ ઘેર ઘેર પહોંચાડતા કરતા લોકો માટે વીમા ની સાથે સાથે પેન્શનની યોજના પણ વિચારવામાં આવી રહી છે ડીલેવરી અને ટેક્સી ડ્રાઇવરો ની આર્થિક સામાજિક સુરક્ષા વય મર્યાદાના કારણે નિવૃત્ત બાદ આજીવિકા અને ભીમા સહિતના લાભો અકસ્માત અને કાયમી ખોડખાંપણ થી કાયમી ધોરણે રોજગારી અને આવક ગુમાવવી પડે તેવી સ્થિતિમાં લોકો માટે નિવૃત્તિ અને આકસ્મિક પેન્શન યોજનાઓ બનાવવામાં આવી રહી છે સરકાર દ્વારા લોકભાગીદારીથી ખાનગી કંપનીઓ અને વીમા કંપનીઓના સંકલન સમગ્ર દેશમાં આ માળખું ઉભું કરવાનું વિચારવામાં આવી રહ્યું છે,
દેશના તમામ વર્ગના અસંગઠિત કામદારો પૈકી ના એવા લોકો કે જે આખું વરસ રોડ ઉપર ડીલેવરી ના કામ માટે કાર્યરત હોય છે તેવા લોકોને સંભવિત રીતે અકસ્માત અને જીવનું જોખમ વધારે હોય છે, આવા ડીલેવરી બોય અને ટેક્સી ડ્રાઇવરો માટે વીમા સુરક્ષા કબુત અને આકસ્મિક સંજોગોમાં જો કામ કરાય તેવી પરિસ્થિતિ ન રહેતો પેન્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે, રિક્ષાચાલક અને ડીલેવરી બોય બાઈક ચાલક અને એક થી સિલાઈ બસ ચાલકો સ્વરોજગાર કામદારો માટે જીવન ની કપરી પરિસ્થિતિમાં પરાવલંબી પરિસ્થિતિનો સામનો ન કરવા પડે તે માટે સરકાર દ્વારા વીમાની યોજના બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, નીતિ આયોગ ના સીઈઓ અભિતાભ જણાવ્યું હતું કે અસંગઠિત ક્ષેત્ર એ અલગ અલગ રીતે વાહન હંકારી ડીલેવરી ની સેવા આપતા લોકો અને છૂટક વેચાણમાં જોડાયેલા લોકો નાના મોટા શહેરો નો અહેવાલ આવ્યો છે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
2019 સુધીમાં આવા લોકોની સંખ્યા 2.35 કરોડ જેટલી થશે અને કુલ કામદારોના 7 ટકા અને ખેતીમાં ન જોડાયેલા હોય તેવા કામદારોના 4.1 ટકા જેટલા લોકો 2019 સુધીમાં આ ક્ષેત્રમાં આવરી લેવામાં આવશે અત્યારે ઇ-કોમર્સ ક્ષેત્રે કુલ કામદારોના 47 ટકા લોકો કાર્યરત છે 22 ટકા જેટલા લોકો હાઇ સ્કૂલ અને 31 ટકા લોકો તાલીમ અમદાવાદ કામ ચાલુ છે આ તમામ લોકોને સામાજિક સુરક્ષા માટે પેન્શન અને વીમા કવચ માં જોડવાનું સરકારે આયોજન કર્યું છે