Abtak Media Google News

ગૂગલે હવે જીમેલ ઓફલાઈન વાપરવાની પણ સુવિધા શરૂ કરી, જેનો લાભ લેવા માત્ર 2 મિનિટ કાઢી સેટિંગ કરવા પડશે

જીમેલ એક લોકપ્રિય મેઈલ સેવા છે અને રિપોર્ટ અનુસાર 1.8 બિલિયન યુઝર્સ તેનો ઉપયોગ કરે છે.  75% લોકો તેમના મોબાઈલ ઉપકરણ પર જીમેલનો ઉપયોગ કરે છે અને કદાચ આ જ કારણ છે કે ગૂગલે હવે જીમેલ ઓફલાઈન પણ વાપરવાની સુવિધા શરૂ કરી છે.  કેલિફોર્નિયા સ્થિત ટેક જાયન્ટ માઉન્ટેન વ્યૂ અનુસાર, વપરાશકર્તાઓ હવે ઈન્ટરનેટ સાથે કનેક્ટ ન હોય ત્યારે પણ તેમના જીમેઇલ સંદેશાઓ વાંચી શકે છે, તેનો જવાબ આપી શકે છે અને શોધી શકે છે. ગૂગલના જીમેલનું આ ફીચર શાનદાર બનવા જઈ રહ્યું છે, ખાસ કરીને તે ઓછી કનેક્ટિવિટી અથવા ઈન્ટરનેટ ન હોય તેવા સ્થળોની સમસ્યાઓને હળવી કરશે.

સૌ પ્રથમ ખફશહ.લજ્ઞજ્ઞલહય.ભજ્ઞળ પર જાઓ. ગુગલના જાહેર કર્યા પ્રમાણે જીમેઇલ ઑફલાઇન ફક્ત ગુગલ ક્રોમ પર જ કાર્ય કરશે, અને માત્ર ત્યારે જ કાર્ય કરશે જો તમે પ્રમાણભૂત મોડમાં બ્રાઉઝ કરી રહ્યાં હોવ, છુપા મોડમાં નહીં.

  1. એકવાર તમે તમારા ઇનબોક્સમાં આવી જાઓ, પછી સેટિંગ્સ અથવા કાઉગવ્હીલ બટન પર ક્લિક કરો.
  2. ‘સી ઓલ સેટિંગ્સ’ પર ક્લિક કરો.
  3. એકવાર તમે પેજ પર આવો પછી ’ઓફલાઈન’ ટેબ પર ક્લિક કરો.
  4. ‘ઑફલાઇન મેઇલ ઓન કરો’ ચેકબોક્સ પર ક્લિક કરો.  જેમ જેમ તમે ચેકબોક્સ પર ક્લિક કરશો, જીમેઇલ નવી સેટિંગ્સ બતાવશે.
  5.  તમે તમારા જીમેઇલ સાથે કેટલા દિવસના ઈમેલ સિંક કરવા માંગો છો તે પસંદ કરી શકો છો.
  6. ગૂગલ તમારા કમ્પ્યુટરમાં બાકી રહેલી જગ્યા બતાવે છે, અને તમને કમ્પ્યુટર પર ઑફલાઇન ડેટા રાખવા અથવા તમારા કમ્પ્યુટરમાંથી બધો ઑફલાઇન ડેટા કાઢી નાખવાનો વિકલ્પ પણ આપે છે.
  7. એકવાર તમે ઑફલાઇન ડેટા રાખવા અથવા કાઢી નાખવાનું પસંદ કરી લો, પછી તમે ’સેવ ચેન્જિસ’ પર ક્લિક કરી શકો છો અને ઑફલાઇન જીમેઇલ તમારા કમ્પ્યુટર પર સક્રિય થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.