Abtak Media Google News

મેષ (Aries):

તમારો પરિવાર તથા સમાજમાં માન-સન્માન જળવાયેલું રહેસે. તમારું કર્મ પ્રધાન હોવું તમારા યોગ્ય ભાગ્યનું નિર્માણ પણ કરશે. કોઇ સામાજિક ધાર્મિક આયોજનની પણ જવાબદારી મળી શકે છે, જેને તમે યોગ્ય રીતે નિભાવશો. વિદ્યાર્થી તથા યુવા વર્ગ હરવા-ફરવા તથા મિત્રો સાથે સમય પસાર કરવામાં પોતાનો સમય ખરાબ ન કરે. બાળકોની સમસ્યાને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વૃષભ ( Taurus) :

આજે તમે તમારી વ્યક્તિગત દિનચર્યામાં થોડું પરિવર્તન લાવવાની કોશિશ કરશો. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલા તણાવથી પણ રાહત મળશે. વિદ્યાર્થીઓને કોઇ સ્પર્ધાને લગતી પરીક્ષામાં સફળતા મળવાના સંપૂર્ણ યોગ બની રહ્યા છે. વધારે કામનો ભાર રહેવાના કારણે તમે ઘરમાં વધારે સમય પસાર કરી શકશો નહીં. વારસાગત કાર્યોમાં પણ થોડી સમસ્યા આવશે, જેના કારણે વાદ-વિવાદ શક્ય છે. કોઇપણ પરેશાનીને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો, સફળતા મળશે.

મિથુન (Gemini

તમે તમારી બૌદ્ધિક ક્ષમતા દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. તમારું ધ્યાન ખોટી ગતિવિધિઓથી હટીને સંપૂર્ણ રીતે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર કેન્દ્રિત રહેશે. નવી-નવી યોજનાઓ દિમાગમાં આવશે તથા કોઇ નજીકના સંબંધીની મદદથી તે યોજનાઓને શરૂ પણ કરશો. ક્યારેક તમારો ગુસ્સો અને આવેશ તમારા માટે જ સમસ્યા ઊભી કરી શકે છે. તમારી આ ખામીઓ ઉપર કાબૂ રાખો. કોઇપણ નિર્ણય લેવામાં વડીલો તથા અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે.

કર્ક (Cancer):

આજે કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે થોડી રચનાત્મક ગતિવિધિઓમાં પણ રસ લેશો તો તમારી જીવનશૈલીને પણ ઉન્નત કરવા માટે કોશિશ કરતા રહેશો. પરણિત વ્યક્તિઓને સાસરિયા પક્ષ સાથે કોઇ પ્રકારના મતભેદની સ્થિતિ બની શકે છે. એટલે ધૈર્ય અને સંયમ જાળવી રાખવુ જરૂરી છે. કોઇ પ્રકારના સ્થાન પરિવર્તનને લગતી ગતિવિધિને લઇને તણાવ રહી શકે છે.

સિંહ (Leo

ઘરની સજાવટ અને દેખરેખને લગતા કાર્યો માટે પરિજનો સાથે ચર્ચા-વિચારણાં થશે. શોપિંગ વગેરે કાર્યોમાં પણ મધુર સમય પસાર થશે. યુવાઓને તેમની મહેનત પ્રમાણે કોઇ કાર્યમાં સારું પરિણામ પ્રાપ્ત થશે. ક્યારેક ધ્યાન કોઇ નકારાત્મક ગતિવિધિ તરફ આકર્ષિત થઇ શકે છે. એટલે પોતાની મનઃસ્થિતિ ઉપર કાબૂ રાખો. રોકાણને લગતી કોઇપણ પોલિસી લેતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

કન્યા (Virgo):

આજના દિવસની શરૂઆત કોઇ સુખદ ઘટના સાથે થશે. મિત્રો કે સહયોગીઓ સાથે ફોન ઉપર જ કોઇ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ ફાયદાકારક સાબિત થશે. જમીનને લગતો કોઇ મામલો ઉકેલાઈ શકે છે. આવકના સાધન તો વધશે, પરંતુ સાથે જ ખર્ચ વધવાના કારણે તણાવ રહેશે. થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે. આવા લોકોથી દૂર રહો તો સારું રહેશે.

તુલા (Libra):

કોઇ ધાર્મિક આયોજનને લગતી ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. જીવન સ્તરને વધારે સારું બનાવવા માટે તમે થોડા સંકલ્પ પણ લેશો. વડીલ વ્યક્તિઓના આશીર્વાદ અને અનુભવથી તમને ઘણું શીખવા મળી શકે છે. થોડા લોકો તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. એટલે વ્યવહારિક દૃષ્ટિકોણ રાખો. બાળકોના અભ્યાસ અને કરિયરને લગતા કાર્યોમાં ખર્ચ વધી શકે છે. મનમાં નકારાત્મક વિચાર ઊભા થાય નહીં તેનું ધ્યાન રાખવું.

વૃશ્ચિક (Scorpio):

આવક અને વ્યયમાં સમાનતા જળવાયેલી રહેશે. ઘરના સમારકામ કે સુધાર કરાવતી સમયે વાસ્તુ નિયમોનું પણ પાલન કરો. દિવસના બીજા ભાગમાં થોડી સમસ્યાઓ ઊભી થઇ શકે છે. પરંતુ તમે તમારા આત્મ વિશ્વાસ અને યોગ્યતા દ્વારા તેનું સમાધાન સરળતાથી શોધી શકશો. સાસરિયા પક્ષ સાથે સંબંધ ખરાબ કરવાથી તમારી છાપ પણ ખરાબ થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ ટાળો. વિદ્યાર્થીઓએ સ્પર્ધાને લગતી ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

ધન (Sagittarius):

બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. તમારી ઉન્નતિ માટે કોઇ દ્વાર ખુલી શકે છે. માત્ર વધારે મહેનતની જરૂરિયાત રહેશે. વિદ્યાર્થીઓને પણ આશા પ્રમાણે પરિણામ પ્રાપ્ત થવાથી સુકૂન અને સુખ મળશે. ઉતાવળ અને ભાવુકતામાં કોઇ નિર્ણય ન લેશો. વાહન કે કોઇ મોંઘા ઉપકરણ ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે. મિત્રો તથા સંબંધીઓના કાર્યોમાં દખલ ન કરો.

મકર (Capricorn):

સમય મિશ્રિત ફળદાયી રહેશે. થોડા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે, પરંતુ સમય રહેતા તેના ઉપર ધ્યાન આપવાથી સફળતા મળશે. લક્ષ્ય પ્રાપ્તિમાં ભાઇઓનો સહયોગ મળી શકે છે. રમત-ગમત સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓ માટે લાભદાયક સુઅવસર બનશે. આર્થિક સ્થિતિમાં થોડી ભાગદોડ રહેવાથી મન પરેશાન રહેશે. ક્યારેક એવું લાગશે કે પરિસ્થિતિઓ હાથમાંથી સરકી રહી શકે છે. જોકે, ધૈર્ય અને સંયમથી તમે સમસ્યા ઉપર કાબૂ મેળવી લેશો.

કુંભ (Aquarious):

ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. કોઇપણ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવામાં તમે સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને અભ્યાસને લગતા કાર્યોમાં સફળતા અને યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.આજે કોઇપણ યાત્રાનો પ્રોગ્રામ ન બનાવશો. કેમ કે સમય ખરાબ થવા સિવાય અન્ય કશું જ પ્રાપ્ત થશે નહીં. અન્યના મામલે દખલ ન કરીને પોતાની ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો.

મીન (Pisces):

અન્યની મદદ કરવી તથા તેમની સમસ્યાઓને ઉકેલવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમારી સામાજિક માન-પ્રતિષ્ઠા પણ વધશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક સમારોહમાં જવાનું આમંત્રણ મળશે. કોઇને પણ ઉધાર આપશો નહીં, કેમ કે આ સમયે રૂપિયા પાછા મળવા શક્ય નથી. નાની-નાની વાતોને લઇને તમારું મન વિચલિત થઇ શકે છે. તમારા મનને નિયંત્રણમાં રાખો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.