Abtak Media Google News

રાજકોટ હેડ ક્વાર્ટર પ્રિવેન્ટિવ ટીમે પ્રમ કેસ કર્યો : જીએસટીના અમલ બાદ ચોરીમાં વધારો યો

૧ જુલાઈ ૨૦૧૭ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં  આવેલ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ સામે અત્યારે વેપારી વર્ગમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. સાોસા મરચન્ટ એક્સપોર્ટરોને પણ ર્આકિ ફટકો પડ્યો છે તેવા સંજોગોમાં રાજકોટ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેડ ક્વાર્ટરની પ્રિવેન્ટીવ ટીમ દ્વારા જીએસટી ચોરીનો સૌરાષ્ટ્રનો પ્રમ કેસ મોરબીમાં કરી કરચોરી પકડવાના શ્રીગણેશ કર્યાં છે.

જીએસટીના અમલ બાદ સેન્ટ્રલ ટીમોને બહાર જવાનું ટાળી રહ્યાં છે ત્યારે ચોક્કસ માહિતીના આધારે ટીમે મોરબીના સિરામીક યુનિટમાં દરોડાની કાર્યવાહી હા ધરી જીએસટી ચોરી ઝડપી લીધી છે. સેન્ટ્રલ જીએસટીના કમિશનર લલીત પ્રસાદના માર્ગદર્શન હેડેળ હેડ ક્વાર્ટર પ્રિવેન્ટીવના આસી. કમિશનર વી.ડી. બહોરા અને તેમની ટીમના સુપ્રિ. અઝયકુમાર સિંઘ, સત્યનારાયણ તા સજુ જોન સહિતના અધિકારીઓની ટીમે મોરબીમાં આવેલ સિમોલેક્ષ સિરામીક યુનિટમાં દરોડાની કાર્યવાહી હા ધરી હતી અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવતા માત્ર બે માસમાં જ રુા. ૫૮ લાખની જીએસટીની ચોરી કર્યાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે. જો કે હાલના તબક્કે સિરામીક યુનિટ દ્વારા રુા. ૧૦ લાખ ભરી દેવામાં આવ્યાં છે. અને બાકીની રીકવરી માટે પ્રિવેન્ટીવ દ્વારા કાર્યવાહી હા ધરી છે. હેડ ક્વાર્ટર પ્રિવેન્ટીવની ટીમે એકાએક દરોડાની કાર્યવાહી હા ધરતા સિરામીક યુનિટની સંચાલકોમાં ચહલપહલ મચી જવા પામી છે. જીએસટીના અમલ બાદ મોટી મોટી વાતો કરવામાં આવતી હતી કે ચોરીનો સિલસિલો અટકી જશે પણ જે રીતે એકસાઈઝ ચોરી કરવામાં આવતી હતી તે જ રીતે જીએસટીમાં પણ ફરીી ચોરી શરુ કરી દેવામાં આવી છે.આગામી દિવસો વધુ સિરામીક યુનિટો પર દરોડાની કાર્યવાહી હા ધવામાં આવે તો નવાઈ નહીં તેમ જાણવા મળી રહ્યું છે.

જીએસટીના અમલ બાદ ડીજીસીઇઆઈનું નામ બદલી જીએસટીઆઈ (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલીજન્સ) રાખવામાં આવ્યું છે અને તેઓ પાસે પણ જીએસટી ચોરી વિષે માહિતીઓ આવી રહી છે પણ તેઓ દ્વારા હમણા પગલાં લેવામાં આવી રહ્યાં ની પણ ટૂંક સમયમાં જીએસટીઆઈ દ્વારા જીએસટી ચોરી ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.