Abtak Media Google News

વિજ્યાદશમી એટલે અસત્ય ઉપર સત્યની જીત. આ દિવસે રાવણ દહન કરી લોકો  ઉજવણી કરે છે. ગુજરાતમાં આજે દશેરા એટલે કે વિજયાદશમીના પર્વની ધામધૂમથી ઉજવણી થશે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં ફાફડા-જલેબી ખવડાવાનું આયોજન કરવામાં આવે છે. ફાફડા-જલેબીના મોટા આયોજકો પણ તડામાર તૈયારીમાં લાગેલા હોય છે. શહેરભરના મુખ્ય જાહેરમાર્ગ ઉપર મંડપ બાંધીને ફાફડા અને જલેબીનું વેચાણ કરવામાં આવે છે.

Advertisement

આજે શાસ્ત્રોપૂજા પણ કરવામાં આવે છે. દશેરાના તહેવાર નિમિત્તે શહેરીજનો નવા વાહનોની ખરીદી પણ કરે છે, જેથી કાર અને વાહન ડિલરો દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

આ દિવસે સત્યનારાયણ ભગવાન કે વિષ્ણુ ભગવાનની પણ પુજા કરવામાં આવે છે. શસ્ત્રપુજા, ચોપડાના ઓર્ડરો આપવા, મશીનો, શસ્ત્રો, વાહન, સ્કુટરો, કોમ્પ્યુટરો તથા સમી ઝાડનું પુજન કરી ગરીબીનું  વિસર્જન કરી નવા કાર્યોની શરૂઆત કરવી, દશેરાના દિવસે લક્ષ્મી, ઈન્દ્રનો પાઠ કરવો અથવા આ દેવો પર વિશેષ અભિષેક  કરી તેનું પાણી ઘરમાં ચોતરફ છાંટવુ તેમજ આ દેવના મંત્રના જાપ કરવું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.