Abtak Media Google News

મુખ્ય વકતા તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પશ્ર્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઇ ભાડેસીયા પધારશે

વિશ્વ  હિન્દુ પરીષદ – બજરંગ દળ દ્વારા રાજકોટ મહાનગરમાં દાયકાઓથી રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત દર વર્ષે સમગ્ર ગુજરાતભરમાં સૌથી ઉચામાં ઉંચા રાવણના પુતળા બનાવવામાં આવે છે. આ વર્ષો જુની પરંપરાને જાળવી રાખતા અને દર વખતે પોતાના જ નવા કિર્તીમાનો બનાવવાની નેમ સાથે આ વર્ષે પણ સમગ્ર ગુજરાતના સૌથી મોટા પુતળા બનાવવામાં આવ્યા છે. દશેરાના દિવસે તા. ૮-૧૦ ને મંગળવારના રોજ રેસકોર્ષ મેદાન ખાતે સાંજે સાત કલાકે રાવણ – કુંભકર્ણ અને મેધનાથના પુતળાનું દહન કરવામાં આવશે આ તકે અવનવા અનેક પ્રકારના અને બાળકોને આનંદ આવે તેવા આકાશી રંગોળી, અવનવી પેટર્ન, ધુમ ધડાકા સાથે ફટાકડાઓની ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે ભારતના વિશ્ર્વ કલ્યાણકારી સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિનો દિપ પ્રાગટય તે પહેલા દશેરા નિમીતે આશુરી શકિતના નાશ માટે આ તહેવાર ઉજવવામાં આવે છે જેમાં અનિષ્ઠના પ્રતિક એવા રાવણ, મેધનાથ, કુંભકર્ણના પૂતળાનું દહન તથા શસ્ત્ર પુજન કરી આ વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષેે રાજકોટ મહાનગરમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા ગુજરાતનો સૌથી ઉંચો ૬૦ ફુટનો રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના ૩૦-૩૦ ફુટ ઉંચા પુતળા બનાવવામાં આવ્યા છે. આ પૂતળાઓ બનાવવા માટે ખાસ આગ્રા (યુ.પી.) થી તેના સ્પેશ્યાલીસ્ટ કારીગરોને રાજકોટ બોલાવવામાં આવ્યા હતાં. જેમને કેટલા દિવસોની સખત જહેમત અને મટીરીયલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીને આ પૂતળાઓનું નિમાર્ણય કર્યુ છે.આ તકે મુખ્ય મહેમાન એવા જયંતિભાઇ ભાડેસીયાનું અદકેરુ બહુમાન કરવામાં આવશે.

વિશ્ર્વ હિન્દુ પરીષદ  દ્વારા ગુજરાતના સૌથી મોટા રાવણના પૂતળા દહન ઉપરાંત શસ્ત્રની પુજાનું પણ આ દિવસે અનેરુ મહત્વ રહેલું છે. દર વર્ષે પૂતળા દહનના કાર્યક્રમ વખતે ખાસ બનાવેલા મંડપમાં શસ્ત્ર ગોઠવવામાં આવે છે અને તેનું પુજન કરવામાં આવે છે. બાળકોમાં નાનપણથી જ સૌર્ય પ્રગટ થાય અને શાસ્ત્રની સાથે શસ્ત્રનું પણ રહેલું આગવું સ્થાન અને તેના મહત્વને સમજવાના પ્રયાસ રુપે ઉ૫સ્થિત તમામ જન મેદની માટે શસ્ત્ર પૂજનની આગવી વ્યવસ્થા કરવામાં આવે છે સાથે ઉ૫સ્થિત બાળકોને પણ અનેરો આનંદ મળે તે માટે ભવ્ય આતીશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે.રાવણ દહન કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર પ્રાંત અઘ્યક્ષ હરીભાઇ ડોડીયા, મહાનગર અઘ્યક્ષ શાંતુભાઇ રુપારેલીયા, મહાનગર કાર્યાઘ્યક્ષ હસુભાઇ ચંદારાણા, ગુજરાત ક્ષેત્ર સંયોજક હરેશભાઇ ચૌહાણ, મહાનગર કાર્યાઘ્યક્ષ હસુભાઇ કથીરીયા, વિભાગ મંત્રી કૃણાલભાઇ વ્યાસ, કોષાઘ્યક્ષ વિનુભાઇ ટીલાવત, પૂર્વ જીલ્લા મંત્રી રામભાઇ શાંખલા તથા સહમંત્રી સુશીલભાઇ પાંભર, પશ્ર્ચિમ જીલ્લા મંત્રી રાહુલભાઇ જાની તથા સહમંત્રી કલ્પેશભાઇ મહેતા, સહસંયોજક મનોજભાઇ કદમ, સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.