Abtak Media Google News

સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના મહાસંમેલનમાં ભાજપ લીગલ સેલના સહ સંયોજક અનિલભાઈ દેસાઈની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો

જૂનાગઢના સિનિયર એડવોકેટ જૂનાગઢ બાર એસોસિએશન માં  સતત ત્રણ ટર્મ માટે ઉપપ્રમુખ તરીકે જવાબદારી  કરનાર  અને  બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માં સતત બીજીવાર મેમ્બર તરીકે ચૂંટાયેલા  મુકેશભાઈ કામદાર તેના ટેકેદારો  સાથે તા.9/7/2022 ના રોજ રાજકોટ ખાતે વકિલ મહા સંમેલન માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો ની વીશેષ ઉપસ્થિતિ માં ભાજપ નો ખેસ ધારણ કરી વિધિવત ભાજપ માં પ્રવેશ કરેલ છે.

કામદારે  ભાજપ માં પ્રવેશ બાબતે જણાવ્યું હતુ કે ગુજરાત ના પનોતા પુત્ર અને  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 20 વર્ષમાં ગુજરાત રાજ્યમાં જે ઝડપથી વિકાસ થયો છે અને  અવિરત વિકાસયાત્રા ચાલુ છે તેનાંથી પ્રેરાઈને  મેં ભાજપ માં પ્રવેશ નો નિર્ણય કરેલ છે.

શ્રી કામદાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની ફાયનાન્સ કમિટિ; શિસ્ત સમિતી અને ગુજરાત લો હેરોલ્ડ કમિટિ ના  સભ્ય તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે.  કામદાર ના  ભાજપમાં પ્રવેશ ને ગુજરાત ભાજપના લિગલ સેલ ના ક્ધવીનર  જે. જે. પટેલ સહ ક્ધવીનર  અનિલભાઈ દેસાઇ અને  દિપકભાઈ જોષી અને બાર  કાઉન્સિલ ઓફ ગુજરાત ના ચેરમેન  અનિરુદ્ધ સિંહ ઝાલા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના   સભ્યો  ઓએ આવકાર આપી શુભેચ્છાઓ પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.