Abtak Media Google News

અવાર નવાર બળાત્કાર ગુજારી સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય આચર્યું

જૂનાગઢમાં રહેતી એક મહિલાને મોરબીના એક નરાધમે લગ્ન કરવાની લાલચ આપીને અવાર નવાર બળાત્કાર ગુજારી સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ પોલીસમાં દાખલ થતા પોલીસે મોરબીના શખ્સ વિરુદ્ધ ગુનો તેની શોધખોળ હાથ ધરી છે. જૂનાગઢમાં સરદારબાગ પાસે રહેતી 45 વર્ષીય મહિલાએ મોરબીના રવાપર રોડ પર ગજાનન ટાવરમાં રહેતા હિતેશ ઉમેશભાઈ મશરૂ ઉ.45 સામે એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગત તા.પ ફેબ્રુઆરીથી આરોપી હિતેશએ તેણીને લગ્ન કરવાની લાલચ આપીને માત્ર હારતોરા કરીને વિશ્વાસમાં લઈ રજીસ્ટર મેરેજ નહી કરી અત્યાર સુધી અવાર નવાર બળાત્કાર ગુજારીને સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય આચર્યું હોવાનું જણાવતા પોલીસે ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.