Abtak Media Google News
  • રાજકોટની પરિણીતાને તાંત્રિક વિધિના નામે ભુવા સહિતનાઓએ બનાવી હવસનો શિકાર

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજકોટની પીડિતાએ અમરેલીના તાંત્રિક, વિસાવદરના ભુવા, રાવળદેવ સહિત કુલ 5 વિરુદ્ધ બળાત્કાર, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો છે. રાજકોટ વિજ્ઞાન જાથાના કાર્યાલયે પીડિતાના પરિવારે ચોંકાવનારી હકિકત આપતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે.

ફરિયાદની હકિકત મુજબ પીડિતા રાજકોટના ધરમનગર ખાતે માતા-પિતા સાથે છેલ્લા આઠ મહિનાથી રહેતી હતી. છુટાછેડા લીધા બાદ તેને પોતાના 3 વર્ષના દિકરાની સતત યાદ આવતી હતી. તેવા સમયમાં પીડિતાના માતા-પિતા વચ્ચે અણબનાવ થયો હતો જે બાદ તેનો ભાઈ પણ અલગ રહેવા જતો રહ્યો હતો. વિપરીત પરિસ્થિતિમાં મુકાયેલો પરિવાર સમસ્યાઓમાંથી બહાર નીકળવા રસ્તો શોધી રહ્યો હતો દરમિયાન માતાની વર્ષો જુની બહેનપણી યાદ આવતા તેને ઘરની સમગ્ર હકિકતથી વાકેફ કરી હતી. ત્યારે બહેનપણીએ તેને પોતાનો જમાઈ મુકેશ અમરેલી રહે છે તેની પાસે બે મોહિની છે.

દિકરી રાધિકા પણ ત્યાં સાથે છે, ચિંતા કરવા જેવું નથી. તું પીડિતાને ત્યાં મોકલી દે તેવું જણાવ્યું હતું. જે બાદ તાંત્રિક મુકેશ તેની પત્નિ રાધિકા સાથે રાજકોટ આવી પોતાની ગાડીમાં પીડિતાને અમરેલી લઈ ગયા હતા. બાદમાં તાંત્રિક વિધિના નામે પીડિતાની માતાને ઘરના દસ્તાવેજ, દાગીના, રૂપિયા લઈને આવવા માટે ભુવાએ જણાવ્યું હતું. ત્યાર બાદ દ્વારકા વિધિ કરવી પડશે તેમ જણાવી રૂ. ૨૧,૦૦૦ અને નવી ગાડી લેવી છે તેના માટે રૂ. ૫૦,૦૦૦ પડાવી લીધા હતા. પીડિતા અને તેની માતા ઉપર મેલું છે જે કાઢવું ખુબ અઘરૂ છે, મારાથી આ કામ થાય તેમ નથી, વિસાવદરનો ભુવો સુનિલ રાવળદેવ છે જે તાંત્રિક વિધિમાં નિપુણ છે તે કરી દેશે તેમ જણાવી વિસાવદર લઈ ગયા હતા.

વિસાવદર ખાતે પાટ ઉપર દાણા જોયા બાદ અઘરૂ કામ છે, એકથી નહિ થાય બીજા ભુવા દિનેશ રીબડીયાને બોલાવવો પડશે, બે બોકળાની પશુબલી ચડાવવી પડશે, ઉજજૈન જવું પડશે તેવા નવા-નવા બહાના બતાવતા પીડિતાની માતા પાસેથી તબક્કાવાર રૂ. ૭૦,૦૦૦, રૂ. ૩૧,૦૦૦, ૪૦,૦૦૦, ૨૦,૦૦૦ પડાવી લેવામાં આવ્યા હતા.

જે બાદ તાંત્રિક મુકેશે પીડિતા ઉપર નજર બગાડી બધું સરખું કરવા અને મેલું કાઢવા શરીર સંબંધ બાંધવો પડશે તેવું જણાવ્યું હતું અને જો. મેલું નહિ કાઢીએ તો તારા નાના બાળકનું મોત થઈ જશે તેવો ડર બતાવ્યો હતો. જે બાદ ભુવાએ અમરેલી ખાતે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધી લીધો હતો. બાદ રાધિકાએ નવા કસ્ટમર શોધી પીડિતાનો ઉપયોગ કરી રૂપિયા કમાવવા દેહ વ્યાપારનો ધંધો શરૂ કરી દીધો હતો. તેમાં જુદા જદા પાંચ-છ કસ્ટમર આવવા લાગ્યા હતા. પીડિતાની માતાને આ બાબતની કોઈ ખબર હતી નહિ પણ અમરેલી રાધિકાના ઘરે માતાને અજુગતું લાગતા તેના પતિ દિલીપભાઈને વાત કરતા રૂબરૂ આવીને પીડિતાને રાજકોટ તેડી ગયા હતા.

જે બાદ તાંત્રિક મુકેશ રાજકોટ ખાતે તેના ઘરે રાત્રિના બે વાગ્યે આવી મેલી વિદ્યાનું લોટનું પુતળું ઉંબરા ઉપર મુકી ગયો તેની તપાસ કરતાં તાંત્રિકનું જ સમગ્ર કારસ્તાન બહાર આવ્યું હતું. તેમાં વિસાવદરના ભુવા રાવળદેવે સમગ્ર હકિકત ખોલી નાખી હતી. ઘરે પરત ફર્યા બાદ પીડિતાએ માતાને સમગ્ર હકીકત વર્ણવી હતી. જે બાદ ભોગ બનેલ મા-દિકરી રાજકોટ સ્થિત વિજ્ઞાન જાથાના કાર્યાલયે રૂબરૂ દોડી જઈ તમામ ઘટનાની વાત કરી હતી. ત્યાર બાદ જાથાના જયંત પંડયાની સાથે પીડિતા અને તેનો પરિવાર એસ.પી. કચરીએ બાદ તાલુકા પોલીસ સ્ટેશને પી.એસ.આઈ.આર. જી. સોલંકીને આધાર પુરાવા સાથે હકિકત વર્ણવી હતી. જે બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

મામલામાં વિજ્ઞાન જાથાએ બનાવ સંબંધી ખાનગીમાં તપાસ કરતાં સાવરકુંડલામાં રહેતા નિવૃત પોલીસ કર્મીની ભુંડી ભૂમિકા બહાર આવી છે. તે પણ રાધિકાના સંપર્કમાં છે. ઉપરાંત રાજુલાના મુસ્લિમ શખ્સને ફસાવી તેના સમાજના અમુક શખ્સો રાધિકાને સાથે રાખી બ્લેકમેઈલીંગનો પ્રયાસ કર્યો હતો તેવી હકિકત સામે આવી છે. પોલીસ તપાસમાં વધુ ખુલાસા થવાના એંધાણ છે. અમરેલી ફાટક પાસે આઈસ્ક્રીમની એજન્સી ધરાવતા શખ્સે પીડિતાને કનડગત કરી હોવાનું ખુલ્યું હોવાનું જાથાનું કહેવું છે

સમગ્ર મામલે અમરેલી ડીવાયએસપી જેપી ભંડારી એ જણાવ્યું હતું કે આ બાબતે પાંચમાંથી ચાર આરોપીઓને તાલુકા પોલીસે ઝડપી લીધા છે. અન્ય એકને પણ સત્વરે ઝડપી પાડી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જણાવતાં કહ્યું હતું કે આવા કોઈ તાંત્રિકોની વાતોમાં લોકો ના આવે અને જરૂર પડ્યે પોલીસને જાણ કરે જેથી અન્ય લોકોને આવી ઘટનાઓથી બચાવી શકાય.

મોરબીમાં સગીરાને ફોસલાવી નરાધમે અનેકવાર શોષણ કર્યું

મોરબી સામા કાંઠા વિસ્તારની સગીરાને પ્રકાશ મહાદેવ પઠાણ નામના શખ્સે અનેકવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર કચ્છના લાકડિયા ગામે રહેતા પ્રકાશ મહાદેવ પઠાણ નામના નરાધમે ગત તા. 20 જાન્યુઆરીના રોજ સગીરાને લલચાવી-ફોસલાવી અપહરણ કરી જઈ અનેકવાર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સગીરા ઘરે પરત ફર્યા બાદ પરીવારને સમગ્ર હકીકત વર્ણવતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે હાલ પોક્સો સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધી નરાધમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જૂનાગઢ :  સગીર વયની પુત્રીને હવસનો શિકાર બનાવનાર નરાધમની ધરપકડ

જુનાગઢ પાસે આવેલ ભેસાણ ચોકડી વિસ્તારમાંથી એક શર્મસાર કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક નરાધમ પિતાએ પોતાની સગીર પુત્રી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થતાં તાલુકા પોલીસે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.  60 વર્ષનો  શખ્સ તેને 13 વર્ષની સગીર દીકરી અને દીકરા સાથે જુનાગઢ તાલુકા  ભેસાણ ચોકડી નજીક ઝૂંપડામાં છેલ્લા પાંચ દિવસથી ધોરાજીથી રહેવા આવ્યા હતો. આ ઈસમે તમામ પ્રકારની શરમ લાજ નેવે મુકીને પોતાની સગીર વયની 13 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી હતી. આ દીકરી ઉપર સગા પિતાએ એકથી વધુ વખત શરીર સંબંધ બાંધ્યો હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગેની જાણ આ ઇસમ પાસે ઝુપડામાં રહેતા પરિવારને થતા  આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તાલુકા પીએસઆઇ એસ.એ. ગઢવીએ બાળકીના પિતા વિરૂદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.વધુમાં જાણવા મળ્યા મુજબ પોતાની સગી દીકરીને ભોગ બનાવનારો નરાધમ શખ્સની પત્ની જતીરહી હોય દીકરી, દીકરા સાથે રહી જુદા જુદા ઠેકાણે મજૂરી કામ કરતો હતો. વધુ તપાસ જુનાગઢ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.પી. કગઢવી ચલાવી રહ્યા છે. તેઓએ મોડી રાત્રે આ ઇસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉના: લગ્નની લાલચ આપી ગરાળના યુવકે યુવતીને ગર્ભવતી  બનાવી

ઉનાના ગરાળ ગામના  શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી ડરાવી ધમકાવી આશરે ત્રણેક વર્ષથી પોતાના ઘરે લઈ જઇ યુવતીની મરજી વિરુદ્ધ અવાર નવાર દુષ્કર્મ આચરી  કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી  આપ્યા અંગેની  ઉના પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, ઉનાના ગરાળ ગામે રહેતો સંજય શામજી બાંભણીયા એ  યુવતીને  લગ્નની લાલચ આપી હતી અને આ શખ્શ રાત્રિના અવાર નવાર યુવતીના ઘરે પહોંચી જઈ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનનારને દોઢેક માસનો ગર્ભ પણ  હોવાની શંકાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનારે તેના પિતાને જાણ કરતા ઉના પોલીસમાં નરાધમ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સને ઝડપી પાડવા તપાસ હાથ ધરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ચોટીલા પંથકની તરૂણી પર દુષ્કર્મ બેલડી સામે નોંધાતો ગુનો

રાજકોટ-અમદાવાદ હાઈવે પર  વાડીમાં રહેતી 16 વર્ષની તરૂણીનું અપહરણ કરી તેની સાથે ફૂલહારથી લગ્ન કરી શખ્સે અવાર-નવાર દૂષ્કર્મ આચર્યાની અને અન્ય શખ્સે મદદગારી કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

કુવાડવા પોલીસે આ અંગે ભોગ બનનારના મૂળ સુરેન્દ્રનગર પંથકના માતાની ફરિયાદ પરથી જયેશ રાઘવભાઈ ચુડા (ઉ.વ.22, રહે. છાશીયા, તા. વિંછીયા) અને કિરણ રમેશભાઈ સોલંકી (રહે. માડા ડુંગર આજી ડેમ પાસે)ની સામે અપહરણ અને દૂષ્કર્મ ઉપરાંત પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી જયેશની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભોગ બનનારના માતા ખેતીકામ કરે છે અને રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર એક વાડીમાં રહે છે. આરોપી જયેશે ભોગ બનનાર 16 વર્ષની તરૂણીનું લગ્નની લાલચ આપી અપહરણ કરી, ફુલહારથી લગ્ન કરી લીધા બાદ તેને અવાર-નવાર હવસનો શિકાર બનાવી હતી. જયારે આરોપી કિરણે તેને મદદગારી કરી હતી. હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.