Abtak Media Google News

સેના માટે ડ્રોન્સ, કાર્બાઇન્સ અને બુલેટપ્રૂફ જેકેટ્સ સહિતના રૂ.28,732 કરોડના ઇક્વિપમેન્ટ્સની ખરીદીને મળી મંજૂરી

સંરક્ષણ પ્રધાન રાજનાથની અધ્યક્ષતામાં સંરક્ષણ અધિગ્રહણ પરિષદે ભારતીય સશસ્ત્ર દળોને આત્મનિર્ભરતા સાથે વધુ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપી હતી.  સશસ્ત્ર દળોની મૂડી સંપાદન દરખાસ્તો માટે આવશ્યકતાની સ્વીકૃત આપવામાં આવી છે. સંરક્ષણમાં “સ્વ-નિર્ભરતા” ને વધુ પ્રોત્સાહન આપવા માટે આ બેઠકમાં ડીએસી દ્વારા રૂ. 28732 કરોડની યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી.

નિયંત્રણ રેખા પર તૈનાત સૈનિકો માટે દુશ્મન સ્નાઈપરના ખતરા સામે સુરક્ષા વધારવાની માંગને ધ્યાનમાં રાખીને અને આતંકવાદ વિરોધી પરિસ્થિતિમાં સેનાની કામગીરીને ધ્યાનમાં રાખીને, ડીએસીએ ભારતીય માનક બીઆઇએસ -6 સ્તરની સુરક્ષા સાથે બુલેટપ્રુફ જેકેટ માટે એઓએન પ્રદાન કર્યું છે. એલએસી અને પૂર્વીય સરહદો પર પરંપરાગત અને હાઇબ્રિડ યુદ્ધ અને આતંકવાદનો સામનો કરવા માટે ડીએસી દ્વારા 4 લાખ ક્લોઝ ક્વાર્ટર બેટલ કાર્બાઇન્સને પણ મંજૂરી આપવામાં આવી છે.

તે ભારતમાં નાના શસ્ત્રોના ઉત્પાદન ઉદ્યોગને મુખ્ય પ્રોત્સાહન આપવામાં અને નાના હથિયારોમાં આત્મનિર્ભરતા વધારવામાં મદદ કરશે. વિશ્વભરમાં તાજેતરના સંઘર્ષોમાં લશ્કરી કામગીરીમાં ડ્રોન ટેકનોલોજી અત્યંત અસરકારક સાબિત થઈ છે, તેથી ડીએસી દ્વારા પ્રાપ્તિ (ભારતીય-આઈડીડીએમ) શ્રેણી હેઠળ સ્વાયત્ત દેખરેખ અને સશસ્ત્ર ડ્રોન સ્વોર્મ્સની પ્રાપ્તિ માટે ભારતીય સેનાની ક્ષમતાને વધારવા માટે  આધુનિક  ડ્રોનની ખરીદીને મંજૂરી આપી છે.

ડીએસી એ ભારતીય ઉદ્યોગ મારફત કોલકાતા વર્ગના જહાજો પર વીજ ઉત્પાદન માટે અદ્યતન 1250 કિલો વોટ ક્ષમતાના મરીન ગેસ ટર્બાઇન જનરેટર્સની પ્રાપ્તિ માટેની નૌકાદળની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી.  આનાથી ગેસ ટર્બાઇન જનરેટરના સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.  આપણા દેશના દરિયાકાંઠાના ક્ષેત્રમાં સુરક્ષા વધારવા માટે, ડીએસી એ ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 60 ટકા ભારતીય સામગ્રી (ભારતીય- આઇડીડીએમ)  હેઠળ 14 ઝડપી પેટ્રોલ વેસેલ્સની ખરીદીના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.