Abtak Media Google News

  કરારમાં અદાણી બિઝનેશ સાઇટસ મુન્દ્રા હજીરા અને દહાણુને પણ આવરી લેવાશે

અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વચ્ચ ેપ્રોજેક્ટ ઉડાન હેઠળ એમ ઓ યુ કરવામાં આવ્યા છે. આ સમજૂતિ હેઠળ GTU સંલગ્ન કોલેજો અને સંસ્થાઓના વિદ્યાર્થીઓને અદાણી ગ્રુપ હેઠળ ચાલતા ઔદ્યોગિક પ્રલલ્પોની એક્સ પોઝરટુરનું આયોજન કરવામાં આવશે. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. પ્રિતિજી. અદાણીની હાજરીમાં અમદાવાદની અદાણી વિદ્યા મંદિર સ્કૂલમાં પ્રોજેક્ટ ઉડાન હેઠળ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

આ પ્રસંગે GTUના કુલપતિ પ્રો. (ડો.) નવીન શેઠ, અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન આર. અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવી, GTU ના રજિસ્ટ્રાર ડો. કે. એન. ખેર, GTUના આંતર રાષ્ટ્રીય સંબંધો વિભાગના ડો. કેયુર દરજી, અદાણી ગ્રુપના કોર્પોરેટ અફેર્સ તરફથી કુંતલ સંઘવી અને અદાણી ફાઉન્ડેશનના રાષ્ટ્રીય પ્રોજેક્ટ સંયોજક જીજ્ઞેશ વિભાંડિક ઉપસ્થિત રહ્યા હતા. આ ખજ્ઞઞ માં અદાણી બિઝનેસ સાઇટ્સ, મુન્દ્રા, હજીરા (ગુજરાત) અનેદહાણુ (મહારાષ્ટ્ર) ને પણ આવરી લેવામાં આવશે.

અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણીએ જણાવ્યું હતું કે, વર્ગખંડની બહારની દુનિયામાં ભણવાથી યુવાધનને ખૂબજ અલગઅને ખાસ શિક્ષણ પ્રાપ્ત થાય છે. આજનું યુવા ધન જ્યારે આવતીકાલના ઈનોવેટર્સ અને એચીવર્સ બનવા માટે મોટું વિચારશે ત્યારે તે રાષ્ટ ્રનિર્માણનું મોટું પગલું હશે.

GTU ના વાઈસ ચાન્સેલર પ્રો. (ડો.) નવીન શેઠે જણાવ્યું હતું કે, અદાણી ફાઉન્ડેશન સાથે આ ખઘઞ સાઈન કરવાનો મને આનંદ છે. આગામી સમયમાં અમારા વિદ્યાર્થીઓ અદાણી જૂથ દ્વારા સ્થાપિત કેટલાક શ્રેષ્ઠ વ્યવસાયોની મુલાકાત લેશે અને તેમનામાં શિક્ષણના નવા પરિમાણો ઉમેરશે.”

GTU તમામ ટેકનિકલ કોલેજો, ગ્ર્રાન્ટ-ઇન-એઇડ અને સ્વ. ફાઇનાન્સ સંસ્થાઓને પ્રોજેકટ ઉડાન અંગે ભલામણ કરશે. આ તમામ સંસ્થાઓના પ્રિન્સીપાલ મુખ્ય અધિકારી કે પ્લેસમેન્ટ ઓફીસર વિઘાર્થીઓના શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે અદાણી ફાઉન્ડેશનનો સંપર્ક કરી શકે છે.

અદાણી ફાઉન્ડેશન વિશે

1996માં સ્થપાયેલ અદાણી ફાઉન્ડેશન આજે 18 રાજ્યોમાં વ્યાપક કામગીરી ધરાવે છે, જેમાં દેશના 2,409 ગામડા અને શહેરોનો સમાવેશ થાય છે. સંસ્થામાં તજજ્ઞોની ટીમ નવીનતા, લોકભાગીદારી અને સહયોગને મૂર્ત સ્વરૂપ આપવાના અભિગમ સાથકામ કરે છે. 3.70 મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શતા અને ચાર મુખ્ય ક્ષેત્રો – શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, ટકાઉ આજીવિકા, વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને સામાજને સમૃદ્ધ બનાવવા તરફ જુસ્સા પૂર્વક કામ કરેછે. અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે.

વધુ માહિતિ માટે www.adanifoundation.org  મીડિયા પ્રશ્નો માટે સંપર્ક, roy.pauladani.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.