Abtak Media Google News

રાજયમાં  1059 કેસ નોંધાયા: એકિટવ કેસની સંખ્યા  6407, 3 દર્દીઓ વેન્ટીલેટર પર: શહેરી વિસ્તારોમાં વધતાકેસની ચિંતામાં વધારો

રાજયમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ચોથી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ ગઈકાલે શહેરમાં નવા 84 અને જિલ્લામાં 30 કેસ નોંધાયા હતા. શહેરી વિસ્તારોમાં સતત વધતુ સંક્રમણ તહેવાર સમયે ચિંતા વધારી રહ્યું છે. જોકે ગઈકાલે એક પણ દર્દીનું મોત નિપજયું ન હતુ.

રાજયમાં ગઈકાલે કોરોનાના 1059 નવા કેસ નોંધાયા હતા. જયારે  909 દર્દીઓ કોરોનાને હરાવવામાં  સફળ રહ્યા હતા  અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ  320 કેસ, વડોદરા કોર્પોરેશનમાં  96 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 84 કેસ, સુરત કોર્પોરેશનમાં 36 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 27 કેસ, જામનગર કોર્પોરેશનમાં  19 કેસ, ભાવનગર  કોર્પોરેશનમાં 18 કેસ, અને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં નવા 3 કેસ નોંધાયા છે.

જયારે વડોદરા જિલ્લામાં  નવા 66 કેસ, સુરત જિલ્લામાં 68 કેસ, મહેસાણા જિલ્લામાં 35 કેસ, અમરેલી જિલ્લામાં  31 કેસ, રાજકોટ જિલ્લામાં 30 કેસ, ગાંધીનગર જિલ્લામાં 29 કેસ, સાંબરકાંઠા જિલ્લામાં 26 કેસ, નવસારી જિલ્લામાં 20 કેસ,  આણંદ જિલ્લામાં  17 કેસ, વલસાડ જિલ્લામાં 17 કેસ, દેવભૂમી દ્વારકા જિલ્લામાં 15 કેસ મોરબી જિલ્લામાં 13 કેસ, બનાસકાંઠા, ભરૂચ અને કચ્છ જિલ્લામાં 12-12 કેસ, અરવલ્લી જિલ્લામાં 9 કેસ, પંચમહાલ અને તાપી જિલ્લામાં 8-8 કેસ અમદાવાદ જિલ્લામાં 7 કેસ, ભાવનગર જિલ્લામાં 6 કેસ, ગીર સોમનાથ અને મહિસાગર જિલ્લામાં 4-4 કેસ, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં 3-3 કેસ, દાહોદ જિલ્લામાં બે કેસ, બોટાદ, ડાંગ અને ખેડા જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. રાજયનાં 33 જિલ્લા પૈકી માત્ર બે જિલ્લાઓ છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લા સિવાય  તમામ જિલ્લામાં કોરોનાના કેસ નોાંધાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.