Abtak Media Google News

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની બેઠકમાં ગુજરાત વિકાસ અને સુશાસનના રોલ મોડેલનો સંકલ્પ વ્યકત કરતા ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે દેશમાં વિકાસ અને સુશાસનના રોલ મોડેલ તરીકેનું ગુજરાતનું સ્થાન યથાવત જાળવી રાખવાના સંકલ્પ સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસ માર્ગનું ગુજરાત સતત અનુસરણ કરી રહ્યું છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની સાતમી ગર્વનિંગ કાઉન્સીલની બેઠકમાં મુખ્યમંત્રી  સહભાગી થયા હતા અને રાજ્યની પ્રભાવક વિકાસ ગાથા પ્રસ્તુત કરી હતી.. મુખ્યમંત્રીએ ખાસ કરીને સુશાસન, શહેરી વિકાસ અને કૃષિ વિકાસ તથા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ અને અગ્રેસરતાનું વિવરણ બેઠકમાં ઉપસ્થિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રી ઓ, કેન્દ્રીય મંત્રી ઓ અને નીતિ આયોગના સદસ્યો સમક્ષ કર્યુ હતું.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારત સરકારે બહાર પાડેલા ગુડ ગર્વનન્સ ઇન્ડેક્ષ, લોજીસ્ટીક પરફોર્મન્સ ઇન્ડેક્ષ, સ્ટેટ એનર્જી એન્ડ ક્લાયમેટ ઇન્ડેક્ષ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ તેમજ સસ્ટેઇનેબલ ગોલ ઇન્ડીયા ઇન્ડેક્ષ 3.0 ની વિવિધ કેટેગરીમાં ગુજરાતે પ્રથમ સ્થાન અંકિત કર્યુ છે.

વડાપ્રધાનના સતત માર્ગદર્શનમાં ગુજરાતે ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, 30 ગીગાવોટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, ધોલેરા જઈંછ અને સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવી અનેક મહત્વાકાંક્ષી પરિયોજનાઓથી વિકાસની નવી ઊંચાઇ આંબી છે.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં શહેરીકરણ-અર્બન સેક્ટરની પહેલ રૂપ બાબતો અને સિદ્ધિઓ વર્ણવતા કહ્યું કે, વડાપ્રધાન એ ગુજરાતના શહેરોને વર્લ્ડક્લાસ સિટીઝ બનાવવાનું જે સપનું જોયુ હતું તેને સાકાર કરવા અમે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીયે.

તેમણે આ અંગેની વિગતો આપતાં ઉમેર્યુ કે, શહેરોના ઝડપી વિકાસ માટે રાજ્ય સરકારે સુઆયોજિત શહેરી વિકાસ તેમજ નાગરિકલક્ષી શાસન માટે વિવિધ કલ્યાણ યોજનાઓને ટોચઅગ્રતા આપેલી છે.  રાજ્યના શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે ત્રિસ્તરીય શહેરી વિકાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ રજુ કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ત્રિસ્તરીય રોડમેપ અંતર્ગત રાજ્ય સરકાર શહેરોના ડેવલપમેન્ટ પ્લાન, ટાઉન પ્લાનિંગ સ્કીમ અને સ્થાનિક વિસ્તાર વિકાસ આયોજન પારદર્શીતાથી ઘડીને કાર્યરત કરે છે. ગુજરાતમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ લોકોની સહમતિ અને જનભાગીદારીથી બનાવવામાં આવે છે.

ગુજરાતમાં 900થી વધુ ટાઉન પ્લાનીંગ સ્કીમનું કામ પૂર્ણ થઇ ગયું છે તેમ પણ તેમણે ગૌરવપૂર્વક ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ફયુચરીસ્ટીક સિટી ની જે પરિકલ્પના વડાપ્રધાનએ આપેલી છે તેને સુસંગત આયોજનબદ્ધ શહેરી નિયોજન દ્વારા ગિફટ સિટી દેશના મુખ્ય નાણાંકીય અને આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.

તેમણે જણાવ્યું કે, રાજ્યના દરેક શહેરોમાં યોજનાઓની ત્વરિત અને પારદર્શી મંજૂરી પ્રક્રિયા માટે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ દ્વારા ગત બે વર્ષમાં અંદાજે 1 લાખ વિકાસ કામોને સરકારે અનુમતિ આપી છે. એટલું જ નહિ, સમગ્ર રાજ્યમાં એકસમાન બિલ્ડીંગ બાયલોઝ માટે કોમન ૠઉઈછ અમલી બનાવવામાં આવેલો છે.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શહેરોમાં સ્લમ રિ-ડેવલપમેન્ટને પણ પ્રાથમિકતા આપીને રાજ્ય સરકારે 166 સ્લમ્સમાં પ9 હજાર આવાસોનું નિર્માણ કાર્ય ઝડપભેર હાથ ધર્યુ છે અને 7800 યુનિટનું રિ-ડેવલપમેન્ટ કામ તો પુરૂં પણ થઇ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.