Abtak Media Google News

અધધ….સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બે જ દિવસમાં એક્સ્ટર્નલ બી.એ, બી.કોમ, એમ.એ અને એમ.કોમમાં 2 હજારથી વધુ ફોર્મ ભરાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં લાંબા સમયથી વિધાર્થીઓ એક્સ્ટર્નલ ફોર્મ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. ચાલુ વર્ષે મોડે મોડે એટલે કે 2 દિવસ પહેલા આઠ ઓગષ્ટથી ઓનલાઇન ફોર્મ ચાલુ થયા. જો કે આજે બે દિવસ બાદ યુનિવર્સીટી ખાતે એક્સ્ટર્નલ ફોર્મના વેરિફિકેશન માટે વિધાર્થીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને એક્સ્ટર્નલ વિભાગમાં સ્ટાફનો અભાવ હોવાથી મોટાભાગના વિધાર્થીઓ હેરાન-પરેશાન થઇ ગયા હતા અને ધરમનો ધક્કો ખાવો પડ્યો હતો.

Advertisement

આમ તો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના અધિકારીઓ કાર્યક્રમમાં વિધાર્થીલક્ષી   હિતની મોટી મોટી વાતો કરતા હોય છે પણ હકીકત તો જાણે અલગ જ હોય તેમ વિધાર્થીઓ અવાર નવાર હેરાન થતા જ જોવા મળે છે. ત્યારે મોટી મોટી વિધાર્થી વિકાસની વાતો કરતા કુપતિ-પરીક્ષા નિયામક ખરા અર્થમાં વિધાર્થીઓનું હિત કરે તો સાચા શિક્ષણવિદ્દ કહી શકાય.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સૌરાષ્ટ યુનિવર્સીટીમાં એક્સ્ટર્નલ અભ્યાસ કરીને અંદાજે દસ હજારથી વધુ વિધાર્થીઓ ડિગ્રી મેળવતા હોય છે. આ વર્ષે યુનિવર્સીટી દ્વારા 8 થી 28 ઓગષ્ટ સુધી ઓનલાઇન એક્સ્ટર્નલ ફોર્મ ભરવાની બારી ખુલ્લી મૂકી છે. જો કે હજુ બે દિવસ થયા 2 હજારથી વધુ ફોર્મ ભરાયા છે અને લગભગ હજુ 18 દિવસમાં 15 હજારથી વધુ ફોર્મ ભરાય તેવી શક્યતા છે.

હવે સવાલ એ આવે કે એક્સ્ટર્નલ અભ્યાસ કરવા વિધાર્થીઓનો ભારે ઘસારો રહેવાનો હોય પણ યુનિવર્સીટીમાં પૂરતી સુવિધા ના હોય વિધાર્થીઓને ભારે નુકશાન ભોગવવાનો વારો આવી રહ્યો છે.

એક્સ્ટર્નલ વિભાગમાં પૂરતો સ્ટાફના હોવાથી વિધાર્થીઓ બેબાકળા બન્યા

સૌ.યુનિ.માં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક્સ્ટર્નલ અભ્યાસ કરવા વિધાર્થીઓની લાંબી કતારો જોવા મળતી હોય છે. જો કે હવે એક્સ્ટર્નલ વિભાગમાં પૂરતો સ્ટાફ જ ના હોવાથી વિધાર્થીઓને ફોર્મ વેરિફિકેશન કરાવવા ભારે મુશ્કેલી સર્જાઈ હતી. વિધાર્થીઓ રીતસરના બેબાકળા બન્યા હતા અને કોઈ જવાબ સુધા દેવા પણ એક્સ્ટર્નલ બારી એ હાજર ન હતું. તાકીદે સૌરાષ્ટ યુનિવર્સીટી વિધાર્થીઓની સમસ્યા હલ કરે તેવી માંગ ઉભી થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.