Abtak Media Google News

મેડિકલ ક્ષેત્રે ન્યુરોલોજિસ્ટ ડોકટરોની તાતી જરૂરિયાત : પ્રતિ 12 લાખ દર્દીઓ માટે માત્ર એકજ ન્યુરોલોજિસ્ટ

મેડિકલ ક્ષેત્રે સતત નવા આવિષ્કારો થઈ રહ્યા છે અને ટેકનોલોજી પણ અધ્યતન બની રહી છે પરંતુ હજુ પણ ચિંતા નો વિષય એ છે કે ન્યુરોલોજી ક્ષેત્રે જે ક્રાંતિ સર્જાવી જોઈએ તે થઈ શકી નથી કારણકે જે રીતે ન્યુરોલોજીસ્ટ ડોક્ટરો જે પ્રમાણમાં હોવા જોઈએ તે મળતા ન હોવાના કારણે દર્દીઓએ ઘણું વેઠવું પડે છે. આંકડાકીય માહિતી અનુસાર ભારતભરમાં 12 લાખ ન્યુરોના દર્દીઓ સામે માત્ર એક જ ડોક્ટર ઉપલબ્ધ છે જે અત્યંત દયનીય સ્થિતિ કહી શકાય.

સિવિલ હોસ્પિટલોમાં પણ ન્યુરોના ખૂબ જ વધુ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે પરંતુ ડોક્ટરોની અછતના કારણે તેઓને યોગ્ય સારવાર મળી શકતી નથી. અન્ય સારવારોની સરખામણીમાં ન્યુરોના દર્દીઓની સાચવણી અને તેની જાળવણી ખૂબ જ ગંભીરતાથી કરવી પડે છે ત્યારે સરકાર આ વાત ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી ન્યુરોલોજીસ્ટ ડોક્ટરો ઉભા કરે તો આ સ્થિતિમાં ઘણા ખરા અંશે સુધારો આવી શકશે.

સરકારે આ વાતને ગંભીરતાથી ધ્યાને લઈ એક વિશેષ એપ્લિકેશનનું નિર્માણ કર્યું છે જેથી લોકોને બચાવી શકાય. તું આ એપ્લિકેશન કેટલીક કારગત નિવડશે તે આવનારો સમય જ જણાવશે. કારણ કે આ એપ્લિકેશનના ઉપયોગથી ફિઝિશિયન ડોક્ટર ન્યુરોલોજીના તબીબને દર્દીના એમ આર આઈ અને સીટી સ્કેન રિપોર્ટ એપ્લિકેશન મારફતેથી જ મોકલી શકશે જેથી જે તે જગ્યા પર બેઠેલા ન્યુરોલોજીસ્ટ ડોક્ટર તેનો અભ્યાસ કરી તેની યોગ્ય સારવાર આપવાનું શરૂ કરશે. એપ્લિકેશનને લઈ જે રિચાર્જ કરવામાં આવ્યું તેમાં જિલ્લા સ્તરની હોસ્પિટલમાં આઇ એપ્લિકેશન ની મદદથી મોડલ ન્યુરોલોજીસ્ટ ડોક્ટરને જોડવામાં આવશે અને તેમના દ્વારા દર્દીની તમામ મેડિકલ હિસ્ટ્રી ઓળખી અને પારખી તેની સારવાર શરૂ કરાશે જેથી બ્રેન સ્ટોકથી લોકોને ઝડપી સારવાર મળી રહે.

ચાઇનામાં પણ સ્ટોક ફિઝિશિયન મોડલને અપનાવવામાં આવેલું છે જે મોડલ ભારતમાં પણ ઉપયોગમાં લેવાશે અને તેના માટેની ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવી છે. આચાર્યની વાત એ છે કે સમગ્ર ભારતમાં પ્રતિવર્ષ 15 લાખ જેટલા ન્યુરોના કહેશો સામે આવી રહ્યા છે જે પૈકી 12 લાખ દર્દીઓ માટે માત્ર એક જ ડોક્ટર છે. સરકાર દ્વારા જે એપ્લિકેશન બનાવવામાં આવી છે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે અને આ એપ્લિકેશન કારગત નીવડે તો બ્રેન સ્ટોક જે દર્દીને આવેલો હોય તેનો જીવ ફિઝિશિયન દ્વારા યોગ્ય દવાઓ આપીને બચાવી શકાય તેના માટે આ એપ્લિકેશન ખૂબ જ કારગત નિવડશે.

અહીં ગામડામાં રહેલા જનરલ ફિઝિશિયન આ એપ્લિકેશન મારફતે રીયલ ટાઈમમાં ન્યુરોલોજીસ્ટ સાથે વાતચીત કરી યોગ્ય સારવાર આપવાનું શરૂ કરાશે. અન્ય બીમારીની સરખામણીમાં ન્યુરો ઘણા ખરા પ્રશ્નો ઊભા કરી રહ્યું છે ત્યારે પૂરતા તબીબો જો આ ક્ષેત્રે ઉપલબ્ધ થાય તો ઘણા પ્રશ્નોનું નિવારણ લાવી શકશે ને લોકોના જીવ પણ બચી જશે સમયસર સારવાર જ જે તે દર્દીને બચાવી શકે છે ત્યારે સારવારમાં એકાદ મિનિટ મોડું થતા પણ દર્દીએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. આ ગંભીરતાને ધ્યાને લઈ વધુને વધુ ન્યુરોલોજીસ્ટ ડોક્ટરો ઉપલબ્ધ થાય એ ખૂબ જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.