Abtak Media Google News

બી.કોમ, બી.સી.એ., બી.બી.એ., એલ.એલ.બી., બી.એ., સહિતની સેમ-1, 3 અને 5ની પરીક્ષાઓ લેવાશે: ઓબ્ઝર્વરની નિગરાણી નીચે પરીક્ષા લેવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓક્ટોબર માસથી ફરી એકવાર પરીક્ષાનો માહોલ જામશે. એકી સાથે એક મહિનામાં 95 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે તમામ પરીક્ષાઓમાં ઓબ્ઝર્વરની નિગરાણી નીચે વિદ્યાર્થીઓની કસોટી લેવામાં આવશે. બી.કોમ, બી.સી.એ., બી.બી.એ., એલ.એલ.બી., બી.એ., સહિતની સેમ-1, 3 અને 5ની પરીક્ષાઓ લેવાશે.

આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો.નિલેશ સોનીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 9 ઓક્ટોબરથી યુનિવર્સિટીની સેમ-1, 3 અને 5ની પરીક્ષાનો દૌર શરૂ થશે. જેમાં બી.કોમ., બી.સી.એ., બી.એસ.સી., બી.બી.એ., બી.પી.એ., બી.આર.એફ., એલ.એલ.બી., બી.એ., બી.જે.એમ.સી., બી.એસ.સી.આઇ.ટી., બી.એસ.ડબલ્યૂ., બી.એચ.ટી.એમ., બી.એ.એલ.એલ.બી., બી.એડ, એમ.એડ, એમ.પી.એડ, એમ.એ., એમ.કોમ., એમ.એસ.સી., એમ.સી.એ., એમ.બી.એ., એમ.એસ.સી.આઇ.ટી., એમ.એલ.એલ.બી., એમ.જે.એમ.સી., બી.જી.ડી.એમ.સી., એલ.એલ.એમ., એમ.એલ.ડબલ્યુ., પી.જી.ડી.એચ.એમ., પી.જી.ડી.સી.એ., બી.એસ.સી. ફર્સ્ટ, બી.પી.એચ.એસ. સહિતની સેમેસ્ટર-1, 3 અને 5ની પરીક્ષાઓ ત્રણ સેશનમાં લેવાશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ તમામ પરીક્ષાઓ ત્રણ સેશનમાં લેવામાં આવશે. તમામ 95 હજાર જેટલા વિદ્યાર્થીઓ સીસીટીવી હેઠળ પરીક્ષા આપશે અને જેનું લાઇવ સ્ટ્રીમીંગ યુનિવર્સિટીની વેબસાઇટ પર પણ કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સ્થળ પર અન્ય ગેરરીતીના બનાવો ન બને તે માટે ઓબ્ઝર્વરની પણ નિમણૂંક કરવામાં આવશે. પરીક્ષા એક મહિનો સુધી ચાલશે, જેની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.