Abtak Media Google News

રેલવેમાં મુસાફરી કરનાર મુસાફરો માટે હવે વોટ્સઅપમાં એક મેસેજ કરવા માત્રથી જ તેઓને લીજતદાર ભોજન ની મજા માણી શકે એ માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જીઓ દ્વારા હેપ્ટિક સ્ટાર્ટઅપ ને ખરીદી લોકો સુધી ઝૂપ ઇન્ડિયા મારફતે લીજતદાર ભોજન પહોંચાડવામાં આવશે.

આ સુવિધા કંપનીએ અઢીસો શહેરોમાં અમલી બનાવી છે અને ઇન્ટરસિટી ટ્રેન કે જે દેશમાં ચાલી રહી છે તેમાં પણ આ સુવિધા ઉભી કરવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રિકોને આઇઆરસિટીસી મારફતે ભોજન ની સુવિધા તો મળતી હોય છે પરંતુ હવે ટ્રેનમાં પણ ફૂડ ડિલિવરી કરવા માટેની સુવિધા ઉભી કરાઈ છે.

જીઓ દ્વારા ખરીદવામાં આવેલી હેપટિક એપ્લિકેશન આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સથી સુસજ્જ હોવાથી દ્વારા 20 ચેનલ અને 100 થી વધુ ભાષામાં સુવિધા યાત્રિકોને મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવી છે અને આ કંપની દ્વારા જે ભોજન ટ્રેનમાં આપવામાં આવશે તેને ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન દ્વારા માન્ય પણ કરવામાં આવ્યું છે. હવે ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો રીયલ ટાઈમમાં વોટ્સએપ

મેસેજ મારફતે પોતાના મન ભાવતા ખોરાક અને ભોજનને મેળવી શકશે. આ સુવિધા ના ઉપયોગ માટે માત્ર મુસાફરોએ તેના પીએનઆર નંબર જ આપવાના રહેશે અને તેમની મનગમતી રેસ્ટોરન્ટને પસંદ કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.