Abtak Media Google News

મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની જાડેજા ઉર્વીશાબાએ અધ્યાપક ડોકટર ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 1170 લોકોના મંતવ્યો જાણી એક સર્વે હાથ ધર્યો જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા

જ્યારે બાળકોને ઉછેરવાની વાત આવે છે, ત્યારે તેના વિશેની એક વાસ્તવિકતા એ છે કે દરેક પરિવારની પેરેન્ટિંગ શૈલીમાં ઘણી વિવિધતા હોય છે. માતાપિતાની પેરેન્ટિંગ સ્ટાઇલમાં  ઘણી સમાનતાઓ છે સાથે અસમાનતા પણ છે. માતાપિતાના વર્તનની ઘણી અસરો બાળકના વિકાસ સાથે વ્યક્તિત્વ, આત્મગૌરવ, માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. જે રીતે સખત અને એકદમ જક્કી વલણ ધરાવતા માતાપિતાની અસર બાળક પર થાય છે એ જ રીતે અતિશય પ્રોટેકટિવ માતા પિતા પણ બાળકો પર ઘણી અસર કરે છે. એ વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની જાડેજા ઉર્વીશાબા એ અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 1170 લોકોના મંતવ્યો જાણી એક સર્વે હાથ ધર્યો જેના તારણો નીચે મુજબ જોવા મળ્યા.

  1. જેમ સખત વર્તન ધરાવનાર માતા પિતાની અસર બાળક પર નિષેધક થાય છે તેમ અતિશય લાડ ઉછેરની પણ નિષેધક અસર થાય છે?* જેમાં 98.8% લોકોએ હા જણાવી
  2. શું વધુ પડતા લાડથી બાળકોમાં આત્મ વિશ્વાસ ઓછો થઇ શકે છે?* જેમાં 75.6% લોકોએ હા જણાવી
  3. બાળકોને તેમનો મત રજુ કરવાની તક ન મળે તો તેની ક્ષમતા કુંઠિત થઇ જાય છે?* જેમાં 91.5% લોકોએ હા જણાવી
  4. હમેશા અતિશય સાર સંભાળમાં રહેનાર બાળકો નિષેધક પરિસ્થિતિનો સામનો કરી શકે ખરા?* જેમાં 67.1% લોકોએ ના જણાવી
  5. સતત લાડ કોડમાં ઉછેરનાર બાળકને ભવિષ્યમાં પોતાના ભણતરના કે કામ કરવાના સ્થળે સમાયોજન સાધવામાં તકલીફ પડી શકે ખરી?* જેમાં 81.7% લોકોએ હા જણાવી
  6. સતત લાડ કોડ અને અતિશય સંભાળ બાળકને પાંગળા બનાવી દે છે?* જેમાં 91.5% લોકોએ હા જણાવી
  7. દરેક નિર્ણય જ્યારે માતા પિતા જ લેતા હોય તો ભવિષ્યમાં બાળક પોતાના અંગે નિણર્ય લેવામાં મુશ્કેલી અનુભવી શકે?* જેમાં 92.7% લોકોએ હા જણાવી
  8. બાળકની દરેક જરૂરિયાત પૂર્ણ કરતા માતા પિતાના બાળકો સંઘર્ષમાં ટકી શકે ખરા?* જેમાં 75.6% લોકોએ ના જણાવી
  9. વધુ પડતી સવલતો બાળકની સર્જનાત્મક શૈલીને અટકાવી દે છે?* જેમાં 84.1% લોકોએ હા જણાવી
  10. વધુ પડતા લાડ બાળકના સામાજિક કૌશલ્યમાં ઉણપ લાવે છે?* જેમાં 90.2% લોકોએ હા જણાવી
  11. વધુ પડતા સુરક્ષિત વાતાવરણમાં ઉછરેલ બાળકની નિર્ણયશક્તિ નબળી બને છે?* જેમાં 78% લોકોએ હા જણાવી
  12. બાળકોના ભોજન, કપડા,ભણતર,મિત્રો નક્કી કરતા માતા પિતા પોતાના બાળકનું ભવિષ્ય ધૂંધળું બનાવે છે?* જેમાં 78% લોકોએ હા જણાવી.

માતા-પિતાની કઈ બાબતની અસરો તેમના પર થાય છે

બાળકોની સામે એકબીજાને માર મારવો:-

ઘણીવાર માતા-પિતા બાળકોની સામે એકબીજાને માર મારવા લાગે છે. તે બાળકો માટે કડવી યાદ બની જાય છે.. આ પ્રકારની હિંસા બાળકના જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. ઉપરાંત બાળક તણાવ પણ અનુભવી શકે છે.

બાળકો સામે લડવું:-

માતાપિતા તેમના બાળકો સામે લડવા લાગે છે. બાળકોની સામે લડવાથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. આ સાથે બાળકોનો વિશ્વાસ પણ સંબંધમાંથી ઉઠાવી શકાય છે. આવી સ્થિતિમાં, માતાપિતાએ બાળકોની સામે લડવાનું ટાળવું જોઈએ.

બાળકો સામે ભેદભાવ:-

માતા-પિતા નાની નાની બાબતોમાં બાળકો વચ્ચે ભેદભાવ કરવા લાગે છે. આ આદત બાળકના સ્વાસ્થ્યને પણ બગાડી શકે છે. આ પછી, બાળક પણ તે જ કરશે જે તે તેની સામે થયું હતું.

ખરાબ રોલ મોડલ:-

બાળકો માટે, માતાપિતા તેમના પ્રથમ અને સૌથી પ્રભાવશાળી રોલ મોડેલ છે. એટલા માટે તેઓ તમને જે બોલતા અને કરતા જુએ છે તેની નકલ કરે છે. રોલ મોડલ તરીકે, જો આપણે બાળકોની સામે ખરાબ વાત કરીએ કે દરેક કામમાં રોકટોક કરીએ તો તેઓ મોટા થઈને વાત કરવાની આ રીત અપનાવશે. આ માત્ર તેમના અંગત સંબંધોને જ નહીં પરંતુ તેમના વ્યાવસાયિક અને સામાજિક જીવનને પણ અસર કરે છે.

નબળું શિક્ષણ અને આરોગ્ય સમસ્યાઓ:-

માતા-પિતાનું દરેક વર્તન બાળકના મન પર અસર કરે છે.જેના કારણે તેમને તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે, જેનાથી તેમના અભ્યાસ પર પણ ખરાબ અસર પડે છે. ઉંમર કરતાં વધુ કામ બાળકને રોગો તરફ દોરી જાય છે.જે બાળકોના માતા પિતા અતિશય કડક કે અતિશય બધી વાતોમાં સખ્ત હોય તેમાં મોટા થયા પછી સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવાની શક્યતા વધુ હોય છે. સાથે જે માતા પિતા બાળકોના દરેક નિર્ણય પોતે લેતા હોય તેના બાળકોમાં અમુક સમસ્યાઓ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.